(Source: ECI/ABP News/ABP Majha)
ABP C Voter Survey: નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી! યુપીમાં પીએમ પદ માટે કોણ છે પસંદ, સર્વેમાં મળ્યો ચોંકાવનારો જવાબ
ABP C Voter Survey 2024: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો કમર કસી ગયા છે. 19 એપ્રિલે યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન પહેલા વિશાળ રેલીઓ યોજવામાં આવી રહી છે.
ABP C Voter Survey 2024: દેશમાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. 19 એપ્રિલે યોજાનારા પ્રથમ તબક્કાના મતદાનને લઈ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન, ABP CVoter એ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની જનતા વડાપ્રધાન તરીકે કોને પસંદ કરે છે તે જાણવાનો પ્રયાસ કર્યો.
સર્વેમાં ભાગ લેનાર ઉત્તર પ્રદેશના લોકોને પૂછવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીમાંથી વડાપ્રધાન પદ માટે તેમની પસંદગી કોણ છે? સર્વેમાં આ સવાલના જવાબથી લોકો ચોંકી ગયા છે.
પીએમ પદ માટે યુપીમાં કોની પસંદગી?
એબીપી સી વોટરના સર્વેમાં જ્યારે યુપીના લોકોને પૂછવામાં આવ્યું કે વડાપ્રધાન તરીકે તેમની પ્રથમ પસંદગી કોણ છે તો 62 ટકા લોકોએ એકતરફી નરેન્દ્ર મોદીનું નામ લીધું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી સાંસદની ચૂંટણી જીત્યા અને હજુ પણ વડાપ્રધાન પદ માટે યુપીની જનતાની પહેલી પસંદ છે.
જ્યારે 28 ટકા લોકોએ કહ્યું કે પીએમ પદ માટે તેમની પસંદગી રાહુલ ગાંધી છે. આ સવાલના જવાબમાં 7 ટકા લોકોએ બંનેના નામ આપવાનો ઇનકાર કર્યો હતો અને 3 ટકા લોકોએ ખબર નથી કહ્યું હતું.
યુપીના માત્ર 40 ટકા લોકો જ કેન્દ્ર સરકારના કામથી સંતુષ્ટ છે
ભારતીય જનતા પાર્ટી પોતાના કામના કારણે આગામી લોકસભા ચૂંટણીમાં 400થી વધુ સીટો જીતવાનો દાવો કરી રહી છે. ભાજપનું કહેવું છે કે તે યુપીમાં ક્લીન સ્વીપ કરશે એટલે કે પાર્ટી તમામ 80 સીટો પર જીતનો દાવો કરી રહી છે.
જો કે, જ્યારે આ દાવા અંગે એક સર્વે કરવામાં આવ્યો ત્યારે યુપીના માત્ર 40 ટકા લોકો જ કેન્દ્ર સરકારની કામગીરીથી ખુશ દેખાયા. 30 ટકા લોકોએ કહ્યું કે તેઓ કેન્દ્રની કામગીરીથી અસંતુષ્ટ છે. જ્યારે 29 ટકા લોકોએ કહ્યું કે તેઓ કેન્દ્રના કામથી ઓછા સંતુષ્ટ છે.
પીએમ મોદીના કામથી લોકો કેટલા ખુશ છે?
એક તરફ, કેન્દ્રની કામગીરીથી રાજ્યના લોકોમાં નારાજગી હશે, પરંતુ મોટાભાગના લોકો વડાપ્રધાન મોદીની કામગીરીથી સંતુષ્ટ જણાતા હતા. સર્વેમાં સામે આવ્યું છે કે ઉત્તર પ્રદેશના 51 ટકા લોકો વડાપ્રધાન મોદીના કામથી સંતુષ્ટ છે. જ્યારે અસંતુષ્ટ લોકોની સંખ્યા 27 ટકા અને ઓછા સંતુષ્ટ લોકોની સંખ્યા 22 ટકા હતી.
નોંધઃ લોકસભા ચૂંટણી માટે જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે. પ્રથમ તબક્કાનું પ્રચાર 17 એપ્રિલે સમાપ્ત થશે. તે પહેલા એબીપી ન્યૂઝ માટે સી વોટર યુપીના લોકોનો મૂડ જાણી ચૂક્યા છે. 1 થી 9 એપ્રિલ વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં યુપીના લગભગ 1 હજાર 300 લોકો સાથે વાત કરવામાં આવી હતી. સર્વેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.