શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર ભાજપના પ્રહાર, કહ્યું- રાહુલ ગાંધીએ દેશને તોડવાનું કામ કરે તેવા વાયદા કર્યા
નવી દિલ્હી: કૉંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાને 'જન આવાજ' નામ આપ્યુ છે. જેને લઈને ભાજપે આકરા પ્રહારો કર્યા છે. ભાજપે રાહુલ ગાંધી પર આક્ષેપ લગાવ્યો છે કે તેમણે ચૂંટણી ઢંઢેરામાં દેશને તોડવાની તાકતોનું સમર્થન કરે તેવા વાયદા કર્યા છે. જેટલીએ કહ્યું કે, “કૉંગ્રેસના ઢંઢેરામાં એવા એજન્ડા છે જે દેશને તોડવાનું કામ કરે છે. આ મેનિફેસ્ટોમાં એવી વાતો છે જે રાષ્ટ્રની એકતા વિરુદ્ધ છે અને દેશને તોડવાનું કામ કરે છે. ”
કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ પ્રેસ કૉન્ફ્રેન્સ કરીને કહ્યું કે, “રાહુલ ગાંધી ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે આઈપીસીની સેક્શન 124-A હટાવવામાં આવશે. જેનાથી દેશદ્રોહના ગુનાને ખતમ કરી દેશે. જો પાર્ટી આવી જાહેરાત કરે છે તો તે એક પણ વોટ માટે હકદાર નથી.” તેઓએ કહ્યું કૉંગ્રેસનું આજનું નેતૃત્વ જેહાદીઓ અને માઓવાદીઓના ચંગુલમાં છે. કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, 'જન આવાજ' નામ સાથે રોજગાર-ખેડૂત અને મહિલાઓ પર કર્યુ ફોકસ કૉંગ્રેસે કર્યો મોટો ધડાકો, સૌરાષ્ટ્રની અમરેલી બેઠક પરથી કોને બનાવ્યા ઉમેદવાર, જાણો ભાજપે ગુજરાતની વધુ બે બેઠકના ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ અરુણ જેટલીએ કહ્યું કે, આમાં ઘણી વાતો એવી છે જે ખૂબ જોખમી છે. કોંગ્રેસની ન્યાય યોજના પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, તેમાં કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો કે તેઓ આ યોજના માટે બજેટ ક્યાંથી લાવશે. કૉંગ્રેસની ન્યાય યોજનાની કંઈક અલગ જ વાતો સામે આવી છે.कांग्रेस का आज का नेतृत्व जिहादियों और माओवादियों के चंगुल में है। वो घोषणा पत्र में कह रहे हैं कि आईपीसी से सेक्शन 124-A हटा दिया जाएगा, देशद्रोह करना अब अपराध नहीं है। जो पार्टी ऐसी घोषणा करती है, वो एक भी वोट की हकदार नहीं है: श्री अरुण जेटली #BharatBoleModiModi pic.twitter.com/uhNqVfsGB3
— BJP (@BJP4India) April 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion