Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?
Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?
ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ટોપ ગિયરમાં છે.. ત્યારે ધોરાજી નગરપાલિકાએ નાગરિક બેંક અને જુના ઉપલેટા રોડ પર કરાયેલા દબાણોને દુર કરવાની કાર્યવાહી કરી.. એટલુ જ નહીં.. ફુટપાથ પર ગેરકાયદે ખડકી દેવામાં આવેલી કેબીનોને પણ દુર કરવામાં આવી....તો આ તરફ વેરાવળ શહેરના હાઉસિંગ વિસ્તારમાં પ્રાશસને રોડની સાઈડ પરની દુકાનો અને ગેરકાયદે ઉભા કરેલા ડેલાઓ પર બુલડોઝર ફેરવ્યુ.. થોડા દિવસ અગાઉ જ નગરપાલિકા તરફથી દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી હતી.. જો કે ત્યાર બાદ પણ દબાણ ન હટાવતા આખરે આજે પ્રશાસને ડિમોલિશનની કામગીરી હાથ ધરી..ન માત્ર વેરાવળ જ.. યાત્રાધામ બેટ દ્વારકામાં જ સરકારી જમીન પરથી દબાણ હટાવાયુ.. સરકારી જમીન પચાવી પાડનારાઓ પાસેથી જમીન મુક્ત કરવાની પ્રશાસને કામગીરી કરી.. સરકારી જમીન પર તૈયાર એક મકાન અને એક બિન અધિકૃત દીવાલ હટાવવામાં આવી..
ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે દબાણો પર પ્રશાસનનું બુલડોઝર ફુલ સ્પીડમાં ચાલી રહ્યુ છે. ત્યારે છ મહિના અગાઉ તાલાલાના ઘુસીયામાં કરવામાં આવેલા ડિમોલિશન બાદ આજે પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ, કરશન બારડ સહિતના નેતાઓ પહોંચ્યા.. ગામની મુલાકાત લઈને પૂંજા વંશે એવો આરોપ લગાવ્યો કે ડિમોલિશનની કામગીરીથી પરિવારો શાળામાં રહેવા મજબુર બન્યા છે.. વહીવટી પ્રશાસનને લોકોના રહેવા માટેની વ્યવસ્થા કરવાની હોય છે.. પરંતુ અહીં વ્યવસ્થા કર્યા વગર જ મકાન તોડી નખાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. સાથે જ પૂંજા વંશે આ મુદ્દે સરકારનું ધ્યાન દોરવાની પણ સ્થાનિકોને હૈયાધારણા આપી..
ભાવનગર શહેરમાં ડિમોલેશન અટકાવવા માટે કોંગ્રેસ સાથે મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા.. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને જીગ્નેશ મેવાણી સહિત ઝૂંપડપટી હિત રક્ષક સમિતિ દ્વારા કમિશનરને રેલી સ્વરૂપે આપવામાં આવ્યું આવેદન.. મોટી સંખ્યામાં વિરોધ કરી રહેલા સમર્થકોએ કોર્પોરેશન બહાર બેસીને મુખ્ય રોડને સૂત્રોચાર સાથે કર્યો ચક્કા જામ.. આગામી દિવસોની અંદર જો ગઢેચી નદીનાં શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત ગરીબોના મકાન હટાવવામાં આવશે તો કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરશે.. ગઢેચી નદીના શુદ્ધિકરણ માટે મહાનગરપાલિકા દ્વારા 1,000 થી વધુ રહેણાંક અને કોમર્શિયલ મકાનોને નોટિસ આપવામાં આવી છે જેમાં સાત દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું