શોધખોળ કરો

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

ઉત્તર પ્રદેશના કાસગંજમાં 26 જાન્યુઆરી 2018ના રોજ કાઢવામાં આવેલી તિરંગા યાત્રા દરમિયાન માર્યા ગયેલા ચંદન ગુપ્તાના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીની વિશેષ અદાલતે પોતાનો ચુકાદો આપ્યો છે.

Chandan Gupta News : ઉત્તર પ્રદેશના કાસગંજમાં 26 જાન્યુઆરી 2018ના રોજ કાઢવામાં આવેલી તિરંગા યાત્રા દરમિયાન માર્યા ગયેલા ચંદન ગુપ્તાના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીની વિશેષ અદાલતે પોતાનો ચુકાદો આપ્યો છે. રાજધાની લખનૌ સ્થિત કોર્ટે 2 જાન્યુઆરી, ગુરુવારે 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. 3 જાન્યુઆરી, શુક્રવારના રોજ 28 ગુનેગારોની સજા પણ જાહેર કરવામાં આવી છે. કોર્ટે તમામ 28 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

અગાઉ, આરોપીઓએ NIA કોર્ટની કાયદેસરતા અને સુનાવણી પર સ્ટે આપવા અંગે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટની લખનૌ બેન્ચે અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ લખનૌની NIA સ્પેશિયલ કોર્ટે ગુરુવારે પોતાનો ચુકાદો આપ્યો હતો અને સજાની જાહેરાત માટે શુક્રવારની તારીખ નક્કી કરી હતી. લગભગ 8 વર્ષ જૂના આ મામલામાં ચંદનના પિતાએ કાસગંજ પોલીસ સ્ટેશનમાં 20 નામ અને અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

આ ગુનેગારોને સજા મળી 

લખનૌ જેલમાં બંધ 28 દોષિતો વસીમ જાવેદ ઉર્ફે વસીમ, નસીમ જાવેદ, મોહમ્મદ ઝાહિદ કુરેશી ઉર્ફે ઝાહિદ ઉર્ફે જગ્ગા, આસિફ કુરેશી ઉર્ફે હિટલર, અસલમ કુરેશી, અકરમ, તૌફિક, ખિલ્લન, શવાબ અલી ખાન, રાહત, સલમાન, મોહસીન, આસિફ જિમવાલા, સાકિબ, બબલુ, નિશુ ઉર્ફે ઝીશાન, વાસીફ, ઈમરાન,શમશાદ, જફર, સાકિર, ખાલિદ પરવેજ, ફૈઝાન, ઈમરાન, સાકિર,મોહમ્મદ આમિર રફી  કાસગંજ જેલમાં બંધ મુનાજીર અને કોર્ટમાં આત્મસમર્પણ કરનાર સલીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. લખનૌ જેલમાંથી 26 દોષિતો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા. એક દોષિત મુનાજીર કાસગંજ જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા  જોડાયો. 

ચંદનના પિતાએ શું કહ્યું ?

કાસગંજ કેસમાં કોર્ટના નિર્ણય બાદ ચંદનના પિતાએ કહ્યું કે અમે ન્યાયથી ખુશ છીએ, અમે ન્યાયાધીશ અને તમામ લોકોને સલામ કરીએ છીએ. કોર્ટે અમને સમર્થન આપ્યું છે. કોર્ટ અને વકીલે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. 

વિશ્વ હિંદુ પરિષદ અને હિંદુ યુવા વાહિનીના કાર્યકરો લગભગ 100 મોટરસાઇકલ પર તિરંગો અને ભગવા ઝંડા લઈને નીકળ્યા હતા. આ તિરંગા યાત્રામાં એબીવીપીના કાર્યકર ચંદન ગુપ્તા પણ સામેલ થયા હતા. યાત્રા દરમિયાન કેટલાક મુસ્લિમ યુવાનો સાથે ઘર્ષણ થયું હતું. આ પછી તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં ચંદન ગુપ્તાને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવાયા બાદ કાસગંજમાં સ્થિતિ ઘણા દિવસો સુધી વણસી હતી. કાસગંજમાં લગભગ એક અઠવાડિયા સુધી રમખાણો થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો
Health Tips: ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ, રોજ તમારા આહારમાં સામેલ કરો આ ડ્રાયફ્રૂટ્સ
Health Tips: ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ, રોજ તમારા આહારમાં સામેલ કરો આ ડ્રાયફ્રૂટ્સ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Embed widget