શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભાજપના કયા નેતાએ રાહુલ ગાંધીને ગલૂડિયા સાથે સરખાવ્યા, જાણો વિગત
ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતમાં 26 બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે તમામ પક્ષના નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે. જેમાં ક્યારેક નેતાઓ ભાન ભૂલતાં ન બોલવાનાં શબ્દોનો પણ પ્રયોગ કરતાં નજરે પડ્યાં છે. આજે નર્મદામાં ભાજપનાં કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.
નર્મદા: ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતમાં 26 બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે તમામ પક્ષના નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે. જેમાં ક્યારેક નેતાઓ ભાન ભૂલતાં ન બોલવાનાં શબ્દોનો પણ પ્રયોગ કરતાં નજરે પડ્યાં છે. આજે નર્મદામાં ભાજપનાં કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.
ગણપત વસાવાએ જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે, જ્યારે નરેન્દ્ર મોદી ખુરશીમાંથી ઉભા થાય તો સિંહ જેવા લાગે છે અને રાહુલ ગાંધી ખુરશીમાંથી ઉભા થાય તો પૂંછડી પટપટાવતા ગલુડિયા જેવા લાગે છે. તેને પાકિસ્તાન એક રોટલી નાંખી દે તો ભી ચાલી જાય અને ચીનવાળા એક રોટલી આપી દે તો પણ ચાલી જાય.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ ગણપત વસાવાએ રાહુલ ગાંધીને ઝેર પીવાનું કહેતા વિવાદ સર્જાયો હતો. મંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે, જો રાહુલ ગાંધી એમ કહેતા હોય કે તેઓ સાક્ષાત શિવજીના અવતાર છે. ત્યારે શિવજી તો લોકોના દુઃખ દૂર કરવા માટે ઝેર પીતા હતા. ત્યારે તમારા નેતાને પણ 500 ગ્રામ ઝેર પીવડાવો, જો બચી જાય તો અમે માનીશું કે તેઓ સાક્ષાત શિવજીના અવતાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion