શોધખોળ કરો
પરિણામ પહેલા વિપક્ષમાં તોડ-જોડનો ખેલ શરુ, ચંદ્રાબાબુ નાયડુએ રાહુલ, અખિલેશ અને માયાવતી સાથે કરી મુલાકાત
કેન્દ્રમાં સરકાર બનાવવા માટે ગઠબંધન કરવા માટે પ્રયત્નો ઝડપી થયા છે. આ લિસ્ટમાં ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ કોંગ્રેસ, સીપીઆઇ, એનસીપી, બીએસપી અને અન્ય કેટલાક પક્ષોના નેતાઓ સાથે મુલાકત કરીને રણનીતિ તૈયાર કરવા માટે ચર્ચા શરુ કરી દીધી છે

નવી દિલ્હીઃ છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, પરિમામ 23મી મેએ આવવાનુ છે, જોકે, આ પહેલા વિપક્ષી દળોના નેતાઓએ સરકાર બનાવવાની રણનીતિ શરૂ કરી દીધી છે. વિપક્ષી નેતાઓએ તોજ-જોડનો ખેલ શરુ કરી દીધો છે. કેન્દ્રમાં સરકાર બનાવવા માટે ગઠબંધન કરવા માટે પ્રયત્નો ઝડપી થયા છે. આ લિસ્ટમાં ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ કોંગ્રેસ, સીપીઆઇ, એનસીપી, બીએસપી અને અન્ય કેટલાક પક્ષોના નેતાઓ સાથે મુલાકત કરીને રણનીતિ તૈયાર કરવા માટે ચર્ચા શરુ કરી દીધી છે.
ચંદ્રાબાબુ નાયડુએ મોદી સરકારને સત્તાથી દુર રાખવા અને ગઠબંધનની સરકાર બનાવવા માટે તોડ-જોડની નીતિ શરૂ કરી દીધી છે. વિપક્ષને એકસાથે રાખીને સરકાર બનાવવા માટે તમામ ચર્ચાઓ અને કોશિશો કરી રહ્યાં છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુએ સવારનો નાસ્તો સીપીઆઇ નેતા સુધાકર રેડ્ડી અને ડી રાજા સાથે કર્યો અને તેમને સાથે આવવા ચર્ચા પણ કરી હતી.
ચંદ્રાબાબુ નાયડુએ મોદી સરકારને સત્તાથી દુર રાખવા અને ગઠબંધનની સરકાર બનાવવા માટે તોડ-જોડની નીતિ શરૂ કરી દીધી છે. વિપક્ષને એકસાથે રાખીને સરકાર બનાવવા માટે તમામ ચર્ચાઓ અને કોશિશો કરી રહ્યાં છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુએ સવારનો નાસ્તો સીપીઆઇ નેતા સુધાકર રેડ્ડી અને ડી રાજા સાથે કર્યો અને તેમને સાથે આવવા ચર્ચા પણ કરી હતી. વધુ વાંચો





















