શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોંગ્રેસના નેતા રાજ બબ્બર કઈ જગ્યાએ લડશે ચૂંટણી, કેમ બદલવી પડી સીટ? જાણો વિગત
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે દરેક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. કોંગ્રેસે પણ મોડી રાતે પોતાના 35 ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી હતી. જેમાં બે મહત્વના ફેરફાર કરવામાં આવ્યાં છે. કોંગ્રેસ હાઈ કમાન્ડે પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાજ બબ્બરની સીટમાં ફેરફાર કર્યો છે.રાજ બબ્બર યુપીના મુરાદાબાદથી ચૂંટણી નહીં લડે. પાર્ટીએ તેમને ફતેહપુર સિક્રીથી મેદાનમાં ઉતાર્યાં છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ, યુપી કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે મુરાદાબાદ લોકસભા સીટથી ચૂંટણી લડવાની ના પાડી હતી અને ત્યારબાદ પાર્ટીએ આ નિર્ણય લીધો હતો. ફતેહપુર સિક્રીમાં સપા-બસપા ગઠબંધનમાં બસપા તરફથી જાહેર કરાયેલા જાટ ઉમેદવારને લઈને રાજ બબ્બરે નવા સમીકરણમાં પોતાની ઉમેદવારી માટે ઈચ્છા વ્યક્ત કરી અને નેતૃત્વએ તેને મંજૂર કરી. કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપના ઉમેદવાર રાજકુમાર ચાહરને ટક્કર આપવા માટે હવે રાજ બબ્બરને મેદાનમાં ઉતારાયા છે.
રાજ બબ્બર અત્યાર સુધી મુરાદાબાદના ઉમેદવાર હતાં. રાજ બબ્બરની જગ્યાએ હવે મુરાદાબાદથી મશહૂર શાયર અને કવિ ઈમરાન પ્રતાપગઢી ચૂંટણી લડશે. અત્રે જણાવવાનું કે, વર્ષ 2009માં રાજ બબ્બર ફતેહપુર સિક્રીની લોકસભા બેઠકથી ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે તે સમયે તેમણે બસપા ઉમેદવાર આગળ હારનો સામનો કરવો પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion