Gujrat election 2022: અરવલ્લીની બાયડ બેઠક પર નવાજૂનીના સંકેત, નેતા અપક્ષમાંથી લડી શકે છે ચૂંટણી
Gujrat election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટી મહામંથન બાદ હવે એક બાદ એક ઉમેદવારની યાદી તબક્કવાર જાહેર કરી રહ્યાં છે. ટિકિટ ન મળતાં કેટલાક નેતા અપક્ષથી લડવાનું મન બનાવી રહ્યાં છે.
Gujrat election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટી મહામંથન બાદ હવે એક બાદ એક ઉમેદવારની યાદી તબક્કવાર જાહેર કરી રહ્યાં છે. ટિકિટ ન મળતાં કેટલાક નેતા અપક્ષથી લડવાનું મન બનાવી રહ્યાં છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટી મહામંથન બાદ હવે એક બાદ એક ઉમેદવારની યાદી તબક્કવાર જાહેર કરી રહ્યાં છે. ટિકિટ ન મળતાં કેટલાક નેતા અપક્ષથી લડવાનું મન બનાવી રહ્યાં છે.
અરવલ્લીની બાયડ બેઠક પરથી ભાજપના નેતા અપક્ષમાંથી ચૂંટણી લડી શકે છે. આ માટે ધવલ ઝાલા આજે સમર્થકો સાથે બેઠક કરશે. તેમની ટિકિટ કપાતા તેઓ આજે કાર્યલય પર સમર્થકો સાથે બેઠક યોજીને આ મુદ્દે નિર્ણય લઇ શકે છે.
Gujarat Election 2022: બીજેપીએ ટિકિટ કાપતા જ નવાજૂની કરવાના મૂંડમાં મધુ શ્રીવાસ્તવ, જાણો શું લેશે નિર્ણય
વિધાનસભાની ચૂંટણી 2022: આજે બીજેપીએ તેમની પહેલી યાદી જાહેર કરતા જ કેટલાક ઉમેદવારના પત્તા કપાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે જે ઉમેદવારોના પત્તા કપાયા છે તેમાં સૌથી ચર્ચિત ચહેરો મધુ શ્રીવાસ્તવ છે. વાઘોડિયા વિધાનસભામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું પત્તુ કપાતા તેમણે નારાજગી પણ વ્યક્ત કરી છે.
મળતી માહિતી પ્રમાણે દબંગ ધારાસભ્યને દબંગાઈ ભારે પડી છે. તમને જણાવી દઈએ કે, મધુ શ્રીવાસ્તવ છેલ્લા છ ટર્મથી વાઘોડિયા વિઘાનસભામા ચુંટાતા હતા. છેલ્લા પાંચ વર્ષમા ભ્રષ્ટાચાર, દબંગાઈ, વિવાદિત ટીપ્પણી, રોડ રસ્તા, ગટર, સિંચાઈ સમસ્યા,પિવાના પાણીની સમસ્યાથી પ્રજા જજુમી રહી હતી. કોરોનાકાળ અને પુરની પરિસ્થિતીમાં એકપણ દિવસ પ્રજાની ખબર નહિ લેતા ભારોભાર નારાજગી જોવા મળી હતી.
Gujrat election 2022: કોંગ્રેસે જાહેર કરેલ 89 બેઠકમાંથી 10 મહિલાને ઉતારી મેદાને
Gujrat election 2022: કૉંગ્રેસની 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. પાર્ટીએ અત્યાર સુધી જાહેર થયેલ યાદીમાં 10 મહિલા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તો ભાજપે 160માંથી 14 મહિલા ઉમેદવારને મેદાને ઉતારી છે.
કોંગ્રેસે 10 મહિલા ઉમેદવારને આપી ટિકિટ
કૉંગ્રેસે ગત રાત્રે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં કેટલાક ધારાસભ્યોને રિપીટ કરાયા છે તો 89 ઉમેદવારમાંથી 10 મહિલા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કોંગ્રેસે કઇ 10 મહિલા ઉમેદવારની પસંદગી કરી છે
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે આજે ઉમેદવારો જાહેર કર્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે આજે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ભારતના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને પણ ટિકિટ આપવામાં આવી છે. તેમને જામનગર ઉત્તરથી ટિકિટ આપવામાં આવી છે.
ત્રણ વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા રિવાબા
રિવાબા જાડેજા ત્રણ વર્ષ પહેલા ભાજપમાં સામેલ થયા હતા. તેઓ મૂળ રાજકોટના રહેવાસી છે. તેમના પિતા એક ઉદ્યોગપતિ છે. મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરનાર રિવાબા લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેમણે વર્ષ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. રિવાબા જાડેજા, રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચુક્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા.