Elections 2022 Live: નિર્દોષ રામભક્તોના લોહીથી જેમની ટોપી રંગાઈ છે તેઓ આજે શાંતિનો ઉપદેશ આપે છેઃ યોગી
Elections 2022: ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી રાજ્યોની કમાન સંભાળી છે.
Background
Elections 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવા માટે ભાજપ જોરશોરથી પ્રચારમાં જોડાયો છે. ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કમાન સંભાળી છે.
નિર્દોષ રામભક્તોના લોહીથી જેમની ટોપી રંગાઈ છે તેઓ આજે શાંતિનો ઉપદેશ આપે છેઃ યોગી
ગાઝિયાબાદમાં યોગી આદિત્યનાથે કહ્યું, દંગાના કારણે માર્યા ગયેલા નિર્દોષોના લોહી અને નિર્દોષ રામભક્તો પર ગોળીઓ ચલાવીને જેમની ટોપીઓ રંગાઈ છે તેઓ આજે શાંતિનો ઉપદેશ આપી રહ્યા છે. તેમને બોલવામાં જરા પણ સંકોચ નથી થતો. ચૂંટણીમાં તેમણે ફરીથી આવા દાગી લોકોને ઉમેદવાર બનાવ્યા છે.
સિદ્ધુએ કોને આપ્યો પડકાર
પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ શિરોમણિ અકાલી દળના ઉમેદવાર વિક્રમ સિંહ મજીઠિયાના નામાંકન પર કહ્યું, જો તેમનામાં હિંમત હોય તો મજીઠા છોડી દે અને માત્ર અમૃતસર ઈસ્ટથી ચૂંટણી લડે. વિક્રમ સિંહ મજીઠિયાએ અમૃતસર ઈસ્ટ અને મજીઠાથી ઉમેદવારી પત્ર ભર્યુ છે.




















