LokSabha Election 2024: પરિણામ અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યુ- અમે બધાનું હેલિકોપ્ટર ચેક કર્યું, 10 હજાર કરોડ રૂપિયા જપ્ત કર્યા
લોકસભા ચૂંટણીની મત ગણતરીના એક દિવસ પહેલા ચૂંટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આપણે વોટિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
LokSabha Election 2024: લોકસભા ચૂંટણીની મત ગણતરીના એક દિવસ પહેલા ચૂંટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આપણે વોટિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મીડિયાને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આપણે 642 મિલિયન મતદારોનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ તમામ G7 દેશોના મતદારો કરતાં 1.5 ગણા અને 27 EU દેશોના મતદારો કરતાં 2.5 ગણા વધારે છે.
'અમે તમામના હેલિકોપ્ટરની તપાસ કરી'
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, 'અમે મની પાવર પર શિકંજો કસ્યો છે. પૈસા, ફીબ્રીઝ દારૂ અને અન્ય વસ્તુઓના વિતરણની કોઈ મોટી ઘટના બની નથી. વહીવટીતંત્રએ તાકાત બતાવી. 4391 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. એવું કોઈ નથી કે જેનું હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી ના હોય પછી તે કેન્દ્રિય મંત્રી હોય કે કોઈ પક્ષનો પ્રમુખ હોય. આચારસંહિતા ભંગની 495 મોટી ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે જે કુલ ફરિયાદના 90 ટકા છે.
#WATCH | On Lok Sabha elections, CEC Rajiv Kumar says, "We have created a world record of 642 million voters. This is 1.5 times voters of all G7 countries and 2.5 times voters of 27 countries in EU." pic.twitter.com/MkDbodZuyg
— ANI (@ANI) June 3, 2024
ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનરે ઉભા થઇને મતદાતાઓ માટે તાળીઓ પાડી હતી
લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ વખતે મતદાનનો વિશ્વ રેકોર્ડ બન્યો છે. રાજીવ કુમારે કહ્યું કે આ વખતે 64 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું છે. સીઈસી રાજીવ કુમારે કહ્યું કે આ વખતે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. એટલું જ નહીં, 85 વર્ષથી વધુ ઉંમરના અને વિકલાંગ લોકોએ પણ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. આ પછી રાજીવ કુમાર ઉભા થયા અને મતદારો માટે તાળીઓ પાડી હતી.
#WATCH | "Election Commission made a record seizure record of almost Rs 10,000 crores during this election. This is nearly 3 times the value seized in 2019...Local teams were empowered to do their work," says CEC Rajiv Kumar. pic.twitter.com/20uhlcjrCl
— ANI (@ANI) June 3, 2024
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, 'સોશિયલ મીડિયામાં અમારા પર મીમ્સ બનાવવામાં આવ્યા છે. અમે તમામ સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કરીશું, જે સાત તબક્કા દરમિયાન થયું છે. આ વખતે આપણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 64.2 કરોડ લોકોએ મતદાન કર્યું, જેમાંથી 31.2 કરોડ મહિલાઓએ મતદાન કર્યું હતું.
#WATCH | Delhi | "This is one of the General Elections where we have not seen violence. This required two years of preparation," says CEC Rajiv Kumar on Lok Sabha elections. pic.twitter.com/HL8o0aQvAz
— ANI (@ANI) June 3, 2024
માત્ર 14 જગ્યાએ ફરી મતદાન થયું, આ પણ એક રેકોર્ડઃ ચૂંટણી પંચ
ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે આ પ્રથમ વખત છે જ્યારે માત્ર 14 સ્થળોએ જ ફરીથી મતદાન થયું હતું. 27 રાજ્યો એવા હતા જ્યાં ફરીથી મતદાનની જરૂર નહોતી. આ વખતે પણ તેમને સફળતા મળી હતી. આકરા તાપમાં પણ લોકોએ મતદાન કર્યું હતું. મણિપુરમાં પણ લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું અને હિંસા થઈ ન હતી.
મતદાન કર્મચારીઓને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે પત્રકાર પરિષદ દરમિયાન એક વીડિયો બતાવ્યો. પછી તેમણે કહ્યું કે, મતદાન કર્મચારીઓ જ્યારે મતદાન કરાવવા જાય છે ત્યારે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યારે તેઓની વફાદારી પર સવાલ ઉઠાવવામાં આવે છે, ત્યારે કલ્પના કરો કે તેમના હૃદય પર શું વિતતી હશે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં 4 દાયકામાં સૌથી વધુ મતદાન નોંધાયું છે. અમે તેના આધારે વધુ વિધાનસભાની ચૂંટણીઓ યોજવાનું નક્કી કર્યું છે. રાજીવ કુમારે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે શાયરી વાંચી - 'ગુલશન કી ખૂબસુરતી ફૂલો સે હૈ, માલી કી બાત કૌન કરતા હૈ, લોકતંત્ર મેં જીત-હાર જરૂરી હૈ તુમ્હારી બાત કૌન કરતા હૈ’
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, તમને યાદ હશે કે અગાઉ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે પૈસા અને સામાનની વહેંચણી કરવામાં આવી હતી. આ વખતે ના તો સાડીનું વિતરણ થયું, ના તો કૂકરનું વિતરણ થયું, ના તો દારૂ કે પૈસાનું વિતરણ થયું. કેટલીક ઘટનાઓને બાદ કરતાં સમગ્ર દેશમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી હતી.
મતદારોએ લોકશાહીમાં ભાગીદારી પસંદ કરી
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે આ IPL દરમિયાન લોકોમાં મતદાનને લઈને જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સચિન તેંડુલકર અને અન્ય મોટી હસ્તીઓએ અમને ચૂંટણી જાગૃતિમાં મદદ કરી. અમે 26 વિશેષ મતદાન મથકો બનાવ્યા અને લોકોને મતદાન કરવાનું શીખવ્યું. આ વખતે માત્ર 39 સ્થળોએ જ ફરીથી મતદાનની જરૂર પડી જ્યારે 2019માં 540 બૂથ પર ફરીથી મતદાન થયું હતું. 64 કરોડથી વધુ મતદારોએ ઉદાસીનતાને બદલે લોકશાહીમાં ભાગ લેવાનું પસંદ કર્યું. શંકાના બદલે વિશ્વાસની પસંદગી કરી. લોકશાહીની આ ઉજવણીમાં ભાગ લેનાર દરેક મતદાતાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ.
આ પહેલીવાર છે જ્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે સામાન્ય ચૂંટણીમાં મતગણતરી પહેલા પત્રકાર પરિષદ યોજી હતી. 1952 પછીની કોઈપણ લોકસભા ચૂંટણી દરમિયાન પંચે મતદાન પછી અથવા પરિણામો પહેલાં પત્રકાર પરિષદ યોજી ન હતી. અગાઉ ચૂંટણી પંચે 16 માર્ચે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જે દિવસે લોકસભા ચૂંટણી 2024 અને 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી.
ચૂંટણી પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દા
-ભારતે લોકસભા ચૂંટણીમાં 31.2 કરોડ મહિલાઓ સહિત 64.2 કરોડ મતદારોની ભાગીદારી સાથે વૈશ્વિક રેકોર્ડ બનાવ્યો હતો.
-CEC રાજીવ કુમારે સોશિયલ મીડિયા પર ચૂંટણી કમિશનરોને 'લાપત્તા સજ્જન ' ગણાવતા મીમ્સ પર કહ્યું કે અમે હંમેશા અહીં હતા, ક્યારેય ગાયબ થયા નથી.
-વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયામાં 68,000 થી વધુ મોનિટરિંગ ટીમો, 1.5 કરોડ મતદાન અને સુરક્ષા કર્મચારીઓ સામેલ હતા.
-2024ની લોકસભા ચૂંટણી માટે લગભગ ચાર લાખ વાહનો, 135 વિશેષ ટ્રેનો અને 1,692 હવાઈ ઉડાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
-2024ની સામાન્ય ચૂંટણીમાં માત્ર 39 રિપોલ થયા હતા, જ્યારે 2019માં 540 વખત ફરીથી મતદાન થયું હતું.
-જમ્મુ અને કાશ્મીરમાં ચાર દાયકામાં સૌથી વધુ મતદાન થયું હતું, જેમાં એકંદરે 58.58 ટકા અને ખીણમાં 51.05 ટકા મતદાન થયું હતું.