Lok sabha Election 2024 Live Update: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ
Lok sabha Election 2024 Live Update: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર અને બુલંદશહર સહિત યુપીની આઠ બેઠકો પર મતદાન થશે.

Background
Lok sabha 2024: 30 માર્ચના કોંગ્રેસના તમામ ઉમેદવારની અમદાવાદમાં યોજાશે બેઠક
લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પક્ષની બેઠકને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 30 માર્ચના કોંગ્રેસના તમામ ઉમેદવારની અમદાવાદમાં બેઠક યોજાશે. સંગઠન પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠક મળશે. ઈલેકશન મેનેજમેન્ટ અંગે રાજીવ ગાંધી ભવન ખાતે ઉમેદવારને માર્ગદર્શન આપશે, બેઠકમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખ પણ હાજર રહેશે. ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ પણ બેઠકમાં હાજર રહેશે. 29 માર્ચ સુધીમાં કોંગ્રેસના બાકીના તમામ ઉમેદવારો જાહેર કરી દેશે.
Lok sabha 2024: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશલ મીડિયા પર વૉર યથાવત
Lok sabha 2024: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશલ મીડિયા પર વૉરે પણ જોર પકડ્યું છે. આજે ભાજપના પ્રવકતા યજ્ઞેશ દવેએ એકસ પર પોસ્ટ કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે ઉમેદવારી અને કોગ્રેસમાં પડતા રાજીનામાના દૌરને લઇને કટાક્ષ કરતા એકસ પર પોસ્ટ લખી છે.તેમણે પરેશ ધાનાણીને પણ વળતો જવાબ આપ્યો છે.
ના બચ્યા ધારાસભ્ય બાર,
— Dr.Yagnesh Dave(Modi ka Parivar) (@YagneshDaveBJP) March 28, 2024
નથી મળી રહ્યા સાંસદ ઉમેદવાર,
મોટા માથાઓ પાડી ગયા રાડ,
ડિપોઝિટ બચશે કેમની યાર,
કેમ કે…
અબકી બાર 400 પાર… pic.twitter.com/XdimuUZMXX





















