Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, પરિણામને લઈને કર્યો મોટો દાવો
Gujarat Election 2022: મૈનપુરી પેટાચૂંટણીમાં પોતાનો મત આપ્યા બાદ સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે.
Gujarat Election 2022:મૈનપુરી પેટાચૂંટણીમાં પોતાનો મત આપ્યા બાદ સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે.
યુપીમાં મૈનપુરી, રામપુર અને ખતૌલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ તમામ બેઠકો પર ભાજપ અને સમાજવાદી પાર્ટીના ગઠબંધન વચ્ચે સીધો મુકાબલો છે. યુપી પેટાચૂંટણીની સાથે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાઈ રહી છે. ગુજરાત ચૂંટણીને લઈને સપા પ્રમુખ અખિલેશ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પર SP ચીફ અખિલેશ યાદવની પ્રતિક્રિયા મૈનપુરીમાં આવી છે. જ્યારે SP ચીફ વોટ આપીને બહાર આવ્યા ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન ગુજરાતની ચૂંટણી પર તેમણે કહ્યું કે, મને આશા છે કે ગુજરાતમાં ભાજપ ખરાબ રીતે હારી જશે.
मुझे उम्मीद है कि भाजपा गुजरात में बुरी तरह हारेगी: गुजरात विधानसभा चुनाव पर : समाजवादी पार्टी के अध्यक्ष अखिलेश यादव#GujaratAssemblyPolls pic.twitter.com/xFcl50P83B
— ANI_HindiNews (@AHindinews) December 5, 2022
સપા સારી જીતશે
વોટિંગ બાદ સપાના વડા અખિલેશ યાદવે કહ્યું, "મને આશા છે કે સમાજવાદી પાર્ટીની સારી જીત થશે. 2024ની શરૂઆત પણ થશે પરંતુ સૌથી મોટી વાત એ છે કે નેતાજી આ વિસ્તારમાં કામ કરતા રહ્યા છે. આ નેતાજીનો વિસ્તાર રહ્યો છે. "નેતાજીને યાદ કરીને , લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે."
જ્યારે વોટ આપ્યા બાદ SP ચીફે કહ્યું કે, "ચૂંટણી શરૂ થઈ એ દિવસથી જ વહીવટીતંત્ર કોના આદેશ પર કામ કરી રહ્યું છે. નોમિનેશનના દિવસે ફિલ્મી સ્ટાઈલમાં વાહનો રોકવામાં આવ્યા હતા. અને SPને વોટ ન મળે તેવા પ્રયાસ કર્યાં હતા આને જણાવ્યું હતું." મતદાન ન કરવા માટે તમામ યુક્તિઓ અપનાવવામાં આવી રહી છે. પોલીસ દરેક ચોક પર મોટી સંખ્યામાં ઉભી છે, લોકોને સભામાં ન આવવા દેવાનો પ્રયાસ કરી રહી છે."
જણાવી દઈએ કે અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવે મૈનપુરી પેટાચૂંટણીમાં મતદાન કર્યું હતું. આ પછી મીડિયા સાથે વાતચીત કરી.
Gujarat Election 2022: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરના તીખા પ્રહાર, ચૂંટણી પંચ ભાજપના ખોળે બેઠું છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું 14 જિલ્લાની 93 બેઠક માટે મતદાન થઇ રહ્યું છે. કોંગ્રેસ
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરોએ નરોડા ખાતે મતદાવ કર્યાં બાદ ભાજપ પર આકરા પ્રહાર કરતા આ નિવેદન આપ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું 14 જિલ્લાની 93 બેઠક માટે મતદાન થઇ રહ્યું છે. કોંગ્રેસ
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરોએ નરોડા ખાતે મતદાવ કર્યાં બાદ ભાજપ પર આકરા પ્રહાર કરતા આ નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદિશ ઠાકોરે મતદાન કર્યાં બાદ ર ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપના ગુંડાઓ લુખાઓ છે. તેમણે કહ્યું કે, દાંતાના ઉમેદવાર ૩ કલાક સુધી ભાળ ન મળે અને ચૂંટણી પંચ અમારી ફરિયાદ પણ ન લે આ કેવી રીતે ચાલે તેમણે કહ્યું કે, અનેક જગ્યાએ ઇવીએમ મશીન બંધ હોવા છતા કોઇ કાર્યવાહી થતી નથી,કોંગ્રેસ વિસ્તારમાં મતદાન ધીમું કરવાનું કામ તંત્ર કર્યું છે. સવાલ ઉઠાવતાં જગદિશ ઠાકોરે કહ્યું કે, ભાજપના બુથો પર મતદાન ઝડપથી પણ કોંગ્રસ વિસ્તારમાં મતદાન ધીમું કેમ.