શોધખોળ કરો
Advertisement
ગુજરાત પેટાચૂંટણીઃ બાયડમાં ભાજપનો પરાજય, ધવલસિંહ ઝાલાએ સ્વીકારી હાર
બાયડમાં ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ પોતાની હારનો કર્યો સ્વીકાર. મતદાન મથકથી નીકળી ગયા.
અમદાવાદઃ ગુજરાતની છ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. મહત્વની મનાતી બાયડ બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાનો પરાજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલનો વિજય થયો છે. જશુભાઈ પહેલા રાઉન્ડથી બાયડમાં આગળ ચાલી રહ્યા હતા. તેમણે ધવલસિંહ ઝાલાને કેટલા મતથી પરાજય આપ્યો તેના સ્પષ્ટ આંકડા સામે આવ્યા નથી.
જોકે, ધવલસિંહે પત્રકારો સાથે વાત કરતા પોતાની હારનો સ્વીકાર કર્યો હતો અને ઓછા માર્જિનથી તેઓ હારશે તેમ જણાવ્યું હતું. આ પછી ધવલસિંહ મતગણતરી સેન્ટર પરથી નીકળી ગયા છે. તેઓ નીકળ્યા ત્યારે લોકોએ તેમનો હુર્યો બોલાવ્યો હતો.
નોંધનીય છે કે, ધવલસિંહ ઝાલા બાયડ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. જેને કારણે આ બેઠક પર ચૂંટણી થઈ હતી. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાથે ધવલસિંહે રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા. હાલ, રાધનપુરમાં પણ અલ્પેશ ઠાકોર પાછળ ચાલી રહ્યા છે. જોકે, તેમણે લીડ કવર કરી છે અને 4 હજાર મતોથી પાછળ ચાલી રહ્યા છે.
આમ, બાયડ અને ખેરાલુ બેઠકના પરિણામ આવી ગયા છે. ખેરાલુની વાત કરીએ તો ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરનો વિજય થયો છે. અજમલજીનો કોંગ્રેસના ઉમેદવાર સામે 25414 મતથી વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના બાબુજી ઠાકોરનો પરાજય થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement