શોધખોળ કરો

Gujarat Election 2022: આમ આદમી પાર્ટીનું ગુજરાત મિશન, ત્રણ દિવસ 3 જિલ્લામાં ગજવશે સભા

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાતાં આ મુકાબલો વધુ રસપ્રદ બની રહ્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ જ સક્રિયતાથી ચૂંટણીમાં ભાગ લઇ રહી છે.

Gujarat Election 2022:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાતાં આ મુકાબલો વધુ રસપ્રદ બની રહ્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ જ સક્રિયતાથી ચૂંટણીમાં ભાગ લઇ રહી છે. પહેલી વખત ત્રીજો મોરચો વિધાનસભાની બધી જ બેઠક પર ભાજપને ટક્કર આપવા માટે ચૂંટણી લડી રહી છે.

 ભાજપના દિગ્ગ્જોની સામે આમ આદમી પાર્ટીએ પણ સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યાં છે. ગુજરાતના ભાજપના ગઢને જીતવા માટે  આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. ભગવંત માને ગઇ કાલે રાજપીપળામાં હતા આગામી ત્રણ દિવસ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે.

ત્રણ દિવસ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાતના ભાવનગર , જામનગર, સુરત ની મુલાકાતે  છે. તેઓ  26 નવેમ્બર ના રોજ ભાવનગર રોડ શો યોજશે.   27 નવેમ્બરના રોજ જામનગર રોડ શો યોજશે.તો  28 નવેમ્બરે તેઓ સુરતમાં જનસભા યોજશે.

Gujrat Election 2022: ગુજરાતમાં ભાજપના શાસનને યથાવત રાખવા પ્રચંડ પ્રચાર, શાહ આ 5 જિલ્લામાં ગજવશે સભા

Gujrat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે  ફરી ભાજપનું રાજ્યમાં શાસન લાવવા ભાજપ એડીચોટીનું જોર કરી રહી છે.  આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 5 જિલ્લામાં જનસભાને ગજવશે.

અમિત શાહે ગુજરાતમાં પ્રચારને વેગવંતો બનાવ્યો છે. આજે તેઓ  5 જિલ્લામાં જનસભાને સંબોધશે તો  નાંદોદમાં રોડ શોનું આયોજન છે.

અમિત શાહ 5 જિલ્લામાં કરશે પ્રચાર

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે 5  સભા યોજશે. તેઓ સૌ પ્રથમ નડિયાદમાં મહુધા વિધાનસભા બેઠક માટે શાહ પ્રચાર કરવા જશે. ત્યાર બાદ ઝાલોદ અને વાગરામાં અમિત શાહ જાહેરસભાને સંબોધશે, તો નાંદોદમાં સૂર્ય દરવાજાથી હરસિદ્ધિ માતાના મંદીર સુધી અમિત શાહો રોડ શો યોજાશે. અને રાત્રે અમદાવાદના નરોડામાં જાહેરસભાને સંબોધિત કરશે અને મતદારોને રીઝવવા પ્રયત્ન કરશે.

News Reels

નડિયાદમાં મહુધાની વિધાનસભાની બેઠક પર  સંજય મહિડાને ભાજપે ટિકિટ આપી છે, તેનો મુકાબલો તેનો મુકાબલો કોંગ્રેસના ઇન્દ્રજીત પરમાર સામે છે.  તો અહીં આમઆદમી પાર્ટીના રવજીભાઇ વાઘેલા  પણ મેદાને છે. ઝાલોદ અને વાગરાની વાત કરીએ તો અહી ઝાલોદમાં

ઝાલોદમાંથી ભાજપે મહેશ ભૂરિયાને મેદાને ઉતાર્યા છો તો તેની સામે કોંગ્રેસે ડોક્ટર મિતેશ ગરાસિયાને ટિકિટ આપી છે. જ્યારે અહીં આમ આદમી પાર્ટીના અનિલ ગરાસિયા પણ મેદાનેછે. આજે શાહ મહેશ ભુરિયા માટે પ્રચાર કરશે. ગાગરા વિધાસભાની બેઠકની વાત કરીએ તોઅહીં અરૂણસિંહ રાણાનો સીધો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ અને આમ આદમી પાર્ટીના જયરાજ સિંહ સામે છે. અમિત શાહ આજે અરૂણસિંહને વિજયી બનાવવા અહીં જનસભા યોજશે. અમિત શાહ આજે અમદાવાદની નરોડાની બેઠક માટે પણ જનસભા યોજીને ભાજપના ઉમેદવાર ડોક્ટર પાયલબેન કુકરાણીને જીતાડવા માટે અપીલ કરશે. પાયલબેનનો મુકાબલો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઓમ પ્રકાશ તિવારી સાથે છે. અહીં એનસીપીએ મોઘરાજડોડવાણીને ટિકિટ આપી છે.

નાંદોદમાં ડોક્ટર દર્શનાબેન દેશમુખ સામે કોંગ્રેસના હરેશ વસાવા અને આમ આદમી પાર્ટીના પ્રફુલ વાસાવા સામે મુકબલો છે. અહીં અમિત શાહ રોડ શો દ્રારા દર્શનાબેનને વિજયી બનાવવા માટે રોડ શો યોજશે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન બે તબક્કામાં થશે, એક અને  5 ડિસેમ્બરે, જ્યારે મત ગણતરી હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે થશે. ગુજરાતની કુલ 182 સભ્યોની વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં 89 બેઠકો અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાતમાં છેલ્લી છ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સતત જીત નોંધાવી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
Embed widget