શોધખોળ કરો
Advertisement
છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસ-ભાજપના કયા નેતા વચ્ચે થશે જંગ, કોંગ્રેસના ઉમેદવાર પાસે કેટલી છે મિલકત?
છોટાઉદેપુરઃ છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર તરીકે રણજીતસિંહ મોહનસિંહ રાઠવાએ કલેક્ટર કચેરી ખાતે સોમવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા હતા. જ્યારે ભાજપે આ બેઠક પરથી ગીતાબેન રાઠવાને ટીકિટ આપી છે. એટલે કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવા અને ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવા વચ્ચે જંગ યોજાશે.
રણજિતસિંહ રાઠવાએ ઉમેદવારી ફોર્મના સોગંદનામામાં 2 લાખ રૂપિયાની રોકડ રકમ બતાવી છે અને રૂપિયા 10 લાખનું 32 તોલા સોનું, રૂપિયા 1.40 લાખની ચાર કિલો ચાંદી અને 2.50 લાખ રૂપિયાના ડાયમંડ હોવાનું જાહેર કર્યું છે.
બી.એડ.કોલેજ અને આર્ટ્સ અને નર્સિંગ કોલેજ વાર્ષિક ભાડું રૂપિયા 7.95 લાખ આવે છે. આ ઉપરાંત જુદા-જુદા વિસ્તારમાં જમીનો ધરાવે છે. તેઓએ પોતાની જંગમ મિલકત રૂપિયા 52.27 લાખ જ્યારે સ્થાવર મિલકત રૂપિયા 2.25 કરોડ દર્શાવી છે અને તેમની પાસે કાર હોવાનું જણાવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
ટેકનોલોજી
Advertisement