શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણી: BJPના 184 ઉમેદવારોનું લિસ્ટ જાહેર, PM મોદી વારાણસી અને અમિત શાહ ગાંધીનગરથી લડશે ચૂંટણી
લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટીએ આજે 184 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે જ્યારે અમિત શાહ ગાંધીનગરથી લડશે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટીએ આજે 184 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ લાલકૃષ્ણ અડવાણીની સીટ ગાંધીનગરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડશે. આ સિવાય લખનઉથી રાજનાથ સિંહ, નાગપુરથી નિતિન ગડકરી અને અમેઠીથી સ્મૃતિ ઈરાનીને ઉમેદવાર જાહેર કર્યા છે. કેન્દ્રીય મંત્રી જય પ્રકાશ નડ્ડાએ પ્રેસ કોન્ફ્રેન્સમાં આ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
આ યાદીમાં ઉત્તર પ્રદેશના 28, મહારાષ્ટ્ર 16, આસામ આઠ, અરુણાચલ પ્રદેશના બે, છત્તીસગઢ અને જમ્મુ-કાશ્મીરથી પાંચ-પાંચ, દાદરા નગર હવેલીથી એક, કર્ણાટકથી 21 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે.
ઉત્તર પ્રદેશ
- લખનઉ- રાજનાથ સિંહ
- મુજફ્ફરનગર- સંજીવ બાલયાન
- મુરાદાબાદ - સર્વેશ કુમાર
- અમરોહા- કેવરસિંગ તંવર
-બાગપત-ડૉ સત્યપાલ સિંહ
- ગાઝિયાબાદ- વીકે સિંહ
- ગૌતમ બુદ્ધ નગર- મહેશ શર્મા
- મથૂર- હેમા માલિની
- બરેલી-સંતોષ ગંગવાર
- એટા-રાજવીર સિંહ
- ગાઝીપુર- મનોજ સિન્હા
- અમેઠી-સ્મૃતિ ઈરાની
- લખીમપુરખીરી- અજય મિશ્રા
- હરદોઈ-જયપ્રકાશ રાઘવ
દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. 11 એપ્રિલથી 19 મે સુધી ચૂંટણી યોજાશે અને 23 મેના રોજ પરીણામની જાહેરાત કરવામાં આવશે તેની સાથે જ દેશમાં નવી સરકાર બનાવવાનો રસ્તો સ્પષ્ટ થઈ જશે.
લોકસભા ચૂંટણી માટે BJPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, PM મોદી વારાણસીથી લડશે ચૂંટણી, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement