શોધખોળ કરો

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

પાટણમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉદ્યોગપતિનું નિવેદન; દારૂના દૂષણ પર પણ આકરા પ્રહાર.

Karsan Patel on Patidar Movement: પાટણમાં યોજાયેલ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉદ્યોગપતિ કરસન પટેલે પાટીદાર અનામત આંદોલન પર મૌન તોડ્યું હતું. પાટણના ૪૨ લેઉવા પાટીદાર સમાજના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરસન પટેલે આંદોલન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

કરસન પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પાટીદાર આંદોલનથી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી, પરંતુ આંદોલન કરનારાઓએ માત્ર રાજકીય લાભ ઉઠાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આ આંદોલનના કારણે લેઉવા પાટીદારની દીકરીને મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું હતું. કરસન પટેલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું આંદોલન ખરેખર અનામત માટે હતું કે કોઈને પદ પરથી હટાવવા માટે? તેમણે એમ પણ ભારપૂર્વક કહ્યું કે પટેલો પટેલોને કાઢે તે શક્ય નથી. કરસન પટેલના આ નિવેદનોએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

આ ઉપરાંત, કરસન પટેલે પાટણમાં વ્યાપક દારૂના દૂષણ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાટણમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને આજુબાજુના વિસ્તારોમાં દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. તેમણે પાટણ યુનિવર્સિટીના દારૂ કાંડનો પણ ઉલ્લેખ કર્યો હતો અને દારૂના મામલે સમાજના બેવડા વલણ પર ટકોર કરી હતી. તેમણે કહ્યું કે લોકો સમાજ સુધારવા માટે સંમેલનો કરે છે અને દારૂ છોડાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવે છે, પરંતુ સંમેલન પૂરું થયા પછી એ જ જગ્યા પર દારૂની મહેફિલ થાય છે. કરસન પટેલના આ નિવેદનો સમાજમાં પ્રવર્તતી વાસ્તવિકતાને ઉજાગર કરે છે.

ઉદ્યોગપતિ કરસન પટેલ દ્વારા પાટીદાર અનામત આંદોલન અંગે તાજેતરમાં આપવામાં આવેલા નિવેદનો પર પાટીદાર સમાજના વિવિધ નેતાઓએ પ્રતિક્રિયાઓ આપી છે અને કરસન પટેલના વિચારો સાથે અસહમતી વ્યક્ત કરી છે.

અલ્પેશ કથીરિયા: અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે "સમાજથી જ કોઈપણ વ્યક્તિ હોય છે. કરસનભાઈ પટેલે આ પ્રકારના નિવેદનો ન આપવા જોઈએ. આંદોલન માટે યુવાનોએ ઘણું ભોગવ્યું છે."

ગીતાબેન પટેલ: ગીતાબેન પટેલે કરસન પટેલના નિવેદન પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે "કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર આવીને કરસનભાઈએ આવું નિવેદન આપ્યું છે. આટલા મોટા ઉદ્યોગપતિનું આવું નિવેદન યોગ્ય નથી. આંદોલનથી સમાજને એક મોટો નેતા મળ્યો છે અને પાટીદાર સમાજને ઘણો ફાયદો થયો છે."

કિરીટ પટેલ: કિરીટ પટેલે કરસન પટેલના નિવેદનને વખોડતા જણાવ્યું હતું કે "કરસનભાઈ પટેલને ઉંમરની અસર થઈ રહી છે. જ્યારે આંદોલન ચરમસીમા પર હતું ત્યારે તેઓ ક્યાં હતા? જો તેમને પાટીદારો પ્રત્યે પ્રેમ હતો તો આંદોલન સમયે બોલવું જોઈતું હતું. ૧૦ વર્ષ પછી તેઓ કેમ બોલી રહ્યા છે? કરસનભાઈએ પૂરા કેસની પહેલા જાણકારી મેળવવી જોઈએ અને પોલીસ અધિકારીઓની બદલી પર પણ પહેલા જાણકારી મેળવવી જોઈએ. ઘણી વખત કોઈને પેટમાં દુખતું હોય અને માથું કુટે એવું છે."

વરુણ પટેલ: વરુણ પટેલે કરસન પટેલ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે "કરસનભાઈ મોટા ભાગે ઉદ્યોગોમાં વ્યસ્ત હોય છે અને તેઓ જાણતા નથી કે આંદોલનથી શું ફાયદા થયા છે. આનંદીબેન પટેલને હટાવાયા ત્યારે કરસનભાઈ ક્યાં હતા? ઉદ્યોગમાં નફા-નુકસાનના ભય વિના ત્યારે કરસનભાઈએ બોલવાની જરૂર હતી. કરસનભાઈએ શહીદ યુવાનોના પરિવારને નોકરી આપવાની જરૂર હતી. નોકરી આપ્યા પછી કરસનભાઈ બોલ્યા હોત તો યોગ્ય હતું. તેઓએ અત્યારે બોલવાની શું જરૂર છે? આંદોલન સમયે અમે જેલમાં પણ ગયા હતા. આંદોલન સમયે સ્વામાની ઉદ્યોગપતિ કરસનભાઈ ક્યાં હતા? કરસનભાઈએ માત્ર પોતાનું પ્રદર્શન કર્યું છે."

દિનેશ ભાંભણિયા: દિનેશ ભાંભણિયાએ જણાવ્યું હતું કે "કરસન પટેલ અમારા સમાજના મોટા વડીલ છે, પરંતુ આંદોલનથી ૧૦ ટકા અનામત મળ્યું છે અને ઘણા ફાયદા થયા છે. બિન અનામત વર્ગના તમામ લોકોને પણ ફાયદો થયો છે. કરસનદાદા શહીદ યુવાનોના પરિવાર માટે સરકારમાં રજૂઆત કરે. ભાજપના આંતરિક વિખવાદમાં આનંદીબેને મુખ્યમંત્રી પદ ગુમાવ્યું હતું."

આ પણ વાંચો...

પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Embed widget