શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીમાં આ હાઈ પ્રોફાઈલ બેઠકો પર રહેશે સૌની નજર, જાણો કઈ-કઈ બેઠકો છે?
નવી દિલ્હીઃ ચૂંટણીપંચે રવિવારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન દેશની કેટલીક હાઈપ્રોફાઈલ બેઠકો પર સૌની નજર છે. વારાણસીમાં મતદાનના અંતિમ ચરણમાં 19મેએ યોજાશે. આ બેઠકનું પ્રતિનિત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી (અમેઠી) અને સોનિયા ગાંધી (રાયબરેલી) સહિત અન્ય VVIP બેઠકો પર ખાસ નજર રહેશે.
લખનૌમાં પણ મતદાન 6 મેના રોજ યોજાશે, 2014માં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ અહીંથી ચૂંટાયા હતાં. આ જ રીતે હાજીપુર લોકસભા બેઠક માટે મતદાન 6 મેના રોજ થશે જેનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન કરી રહ્યા છે. વડોદરાના પુરીમાં મતદાન 23 એપ્રિલે થવાનું છે. ગઈ લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વારાણસી અને વડોદરાથી ચૂંટણી લડ્યા હતા અને બન્ને બેઠકો પર જીત થઈ હતી. એવી અટકળ ચાલી રહી છે કે, પુરી બીજી બેઠક હશે જ્યાંથી વડાપ્રધાન ચૂંટણી લડી શકે છે, જોકે ભાજપ તરફથી તેના પર કોઈ પ્રતિક્રિયા નથી આવી.
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની બેઠક ગુજરાતની ગાંધીનગર પર મતદાન 23 એપ્રિલે થવાનું છે, આજ રીતે પીલીભીતમાં ચૂંટણી થશે જેનું પ્રતિનિધ્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી કરી રહ્યા છે. જ્યારે તેમનો પુત્ર વરુણ ગાંધીની બેઠક સુલ્તાનપુરમાં વોટિંગ 12 મેના રોજ થવાનું છે.
મેનપુરીમાં પણ મતદાન 23 એપ્રિલે યોજાશે, જે એ બે બેઠકોના કારણે ખાસ છે જ્યાં 2014માં સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવ ચૂંટાયા હતા. આઝમગઢ બેઠક જેને મુલાયમસિંહ યથાવત રાખી હતી, જ્યાં 12 મેએ સંપન્ન થશે. કન્નોજમાં મતદાન 29 એપ્રિલે થવાનું છે જ્યાં મુલાયમસિંહના વહુ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ 2014માં સાંસદ બન્યા હતા.
ભાજપના નેતા ઉમા ભારતીની બેઠક ઝાંસી અને વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની સંસદીય બેઠક કાનપુરમાં મતદાન 29 એપ્રિલે યોજાશે. જ્યારે વિદિશા જ્યાંથી 2014માં કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજ ચૂંટાયા હતા ત્યાં 12 મેએ ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની ગુના બેઠક માટે પણ 12 મેએ મતદાન થવાનું છે.
અમૃતસરમાં પણ મતદાન 19 મેએ ચૂંટણી અરુણ જેટલીનો લોકસભા ચૂંટણીમાં પરાજય થયો હતો. એક મહિનાથી વધારે સમય ચાલેલી ચૂંટણી પ્રક્રિયામાં પહેલા તબક્કામાં મતદાન 11 એપ્રિલે થવાનું છે, જ્યારે અંતમાં સાતમા તબક્કાનું મતદાન 19મેના રોજ થવાનું છે, અને મતગણતરી 23મેના રોજ થવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
દુનિયા
Advertisement