મોદીના ગઢ વારાણસીમાં પ્રિયંકા ગાંધીનો 6 કિલોમીટર લાંબો રોડ શો
પ્રિયંકા ગાંધીએ વારાણસીમાં લંકા સ્થિત મદન મોહન માલવીયની પ્રતિમાં પર પુષ્માજંલિ કરીને રોડ શો શરૂ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
વારાણસી: કૉંગ્રેસની રાષ્ટ્રી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વારાણસીના લંકાથી ગોદોલિયા સુધી રોડ શો કર્યો હતો. તે દરમિયાન રથ પર વારણસીથી કૉંગ્રેસના ઉમેદવાર અજય રાય અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ ઉપસ્થિત કર્યા હતા. આ રોડ શો લગભગ 6 કિલોમીટર લાબો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
બુધવારે સાંજે 6 વાગ્યાથી પ્રિયંકા ગાંધી લંકા સ્થિત મદન મોહન માલવીયની પ્રતિમાં પર પુષ્માજંલિ કરીને રોડ શો શરૂ કર્યો હતો. રોડ શો દરમિયાન પ્રિયંકાએ હાથ ઉંચો કરીને લોકોને અભિવાદન કર્યું હતું.
રોડ શો દરમિયા ત્યાં ઉપસ્થિત લોકોએ પ્રિયંકા ગાંધીને અસ્સી ઘાટની મુલાકાત લેવા માટે આગ્રહ કર્યો હતો. તેના બાદ પ્રિયંકાએ ગાંધીએ પોતાનો કાફલો રોકાવીને અસ્સી ઘાટ જોવા ગયા હતા. તે દરમિયાન લોકોએ ઘરમાં આવતા ગંદા પાણીની બોટલ ભરીને દેખાડી હતી.Priyanka Gandhi Vadra, Congress General Secretary for Uttar Pradesh (East) holds a roadshow in Varanasi. Congress Varanasi LS candidate Ajay Rai and Chhattisgarh CM Bhupesh Baghel also present. pic.twitter.com/WL6905yzub
— ANI UP (@ANINewsUP) May 15, 2019
આ પહેલા પ્રિયંકા ગાંધીએ દેવરિયામાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અહંકાર દરરોજ તેમમાં ભાષણમાં દેખાય છે. જે રીતે તેઓ વાત કરે છે. તેનાથી એ ખબર પડે છે કેન્દ્રની મોદી સરકાર મજબૂત નથી અભિમાની છે.