શોધખોળ કરો

Lok Sabha Election 2024: નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહની બેઠક પર આટલા હજાર લોકોએ 'NOTA'ને આપ્યો મત

Lok Sabha Election 2024: આ વખતે લોકસભા ચૂંટણીમાં NOTAને પણ લોકોએ પસંદ કર્યું છે. એવી ઘણી બેઠકો હતી જ્યાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે સીધો મુકાબલો હતો

Lok Sabha Elections Result 2024:  આ વખતે લોકસભા ચૂંટણીમાં NOTAને પણ લોકોએ પસંદ કર્યું છે. એવી ઘણી બેઠકો હતી જ્યાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે સીધો મુકાબલો હતો, જ્યારે મોટાભાગની બેઠકો પર બસપા ત્રીજા સ્થાને જોવા મળી હતી. જ્યારે લોકોએ NOTA બટનને પણ મત આપ્યો છે. એવી ઘણી બેઠકો છે જ્યાં NOTA એટલે કે 'None of the Above' ને અપક્ષ ઉમેદવારો કરતાં વધુ મત મળ્યા અને NOTA ચોથા સ્થાને રહ્યું છે.

EVM મશીન પર ત્યારે NOTA બટન દબાવવામાં આવે છે જ્યારે મતદારને કોઈ ઉમેદવારને પસંદ હોતો નથી. મતલબ કે તે પોતાનો મત કોઈને આપવા માંગતો નથી. આ વખતે ઉત્તર પ્રદેશની અનેક બેઠકો પર ભાજપ, ઇન્ડિયા અને બસપાના ઉમેદવારો બાદ NOTAને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી સીટ પર પણ NOTA ને મત આપનારાઓની સંખ્યા વધુ વધારે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી લોકસભા સીટ પર NOTA ચોથા સ્થાને રહ્યું છે. વારાણસીમાં પીએમ મોદી સહિત કુલ 7 ઉમેદવારો મેદાનમાં હતા. પીએમ મોદીને 612970 વોટ મળ્યા, બીજા ક્રમે ઈન્ડિયા એલાયન્સના અજય રાય (460457 વોટ) અને ત્રીજા ક્રમે બસપાના અતહર જમાલ લારી (33766 વોટ) હતા. જ્યારે NOTA ચોથા નંબર પર રહ્યું હતું. અહીં 8478 લોકોએ NOTA બટન દબાવ્યું હતું.

આ બેઠકો પર NOTA ચોથા ક્રમે છે

-રાજનાથ સિંહની લખનઉ સીટ પર પણ લોકોએ NOTA ને મત આપ્યો છે. અહીં NOTA ને 7350 મત મળ્યા.

- ગૌતમ બુદ્ધ નગર સીટ પર પણ NOTA ચોથા સ્થાને રહ્યું. અહીં 10324 લોકોએ NOTA બટન દબાવ્યું.

-મેરઠ સીટ પર પણ 4776 લોકોએ NOTA બટન દબાવ્યું અને NOTAએ પાંચ અપક્ષ ઉમેદવારોને પાછળ છોડી દીધા.

- દસ અપક્ષ ઉમેદવારોને પાછળ છોડીને બરેલી સીટ પર NOTA ચોથા સ્થાને રહ્યું. અહીં 6260 લોકોએ NOTA દબાવ્યું હતું.

- પીલીભીત સીટ પર સાત ઉમેદવારોને નોટાએ હરાવ્યા હતા. અહીં NOTA પર 6741 મત પડ્યા હતા.

- શિવપાલ સિંહ યાદવના પુત્ર આદિત્ય યાદવની બદાયૂ સીટ પર NOTA પર 8562 વોટ મળ્યા.

- ગોરખપુરમાં 7881 લોકોએ NOTA બટન દબાવ્યું અને દસ ઉમેદવારોને પાછળ છોડી દીધા હતા.

- NOTA પણ મૈનપુરી, કન્નૌજ, આઝમગઢ અને ગાઝીપુર જેવી સીટો પર મતદારોની ચોથી પસંદગી તરીકે ઉભરી આવ્યું છે. આ બેઠકો પર લોકોએ NOTAને મત આપ્યા હતા.

આ સિવાય યુપીમાં એવી ઘણી બેઠકો હતી જ્યાં NOTAએ અપક્ષ ઉમેદવારોને પાછળ છોડીને ચોથું કે પાંચમું સ્થાન મેળવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget