શોધખોળ કરો

Lok sabha Election 2024 Live: ભાજપના પ્રચંડ પ્રચાર વચ્ચે વિરોધ યથાવત, રાજકોટમાં વિશાળ ક્ષત્રિય અસ્મિતા સંમેલન

BJP Sankalp Patra Live Updates: ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાને 'સંકલ્પ પત્ર' નામ આપ્યું છે. આ વખતે પાર્ટી મેનિફેસ્ટોમાં યુવાનો, ખેડૂતો અને મહિલાઓ પર ફોકસ કરી રહી છે.

LIVE

Key Events
Lok sabha Election 2024 Live:  ભાજપના પ્રચંડ પ્રચાર વચ્ચે વિરોધ યથાવત,  રાજકોટમાં વિશાળ  ક્ષત્રિય અસ્મિતા સંમેલન

Background

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે.

બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે.

17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.

15:26 PM (IST)  •  14 Apr 2024

Lok Sabha Election 2024: રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન

Lok Sabha Election 2024: રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાઇ રહ્યુ છે.સાંજે પાંચ વાગ્યે રતનપરમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા  મહાસંમેલન યોજાશે. રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રૂપાલાના સ્થાને અન્યને ટિકિટ આપવા ક્ષત્રિય સમાજ સતત માંગણી કરી રહ્યાં છે. આ સંમેલનનમાં સામાજિક આગેવાનો સાથે રાજવી પરિવારો પણ  ઉપસ્થિત રહેશે. સંમેલનમાં એટલે મોટી જનમેદની એકઠી થવાની હોવાથી 100 વીઘા જમીન પર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 30 વીઘા જમીનમાં બેઠક વ્યવસ્થા કરાઇ છે

12:05 PM (IST)  •  14 Apr 2024

Lok sabha election 2024: રાજકોટ માં આજે ક્ષત્રિય સમાજનું સાંજે 5 વાગ્યે અસ્મિતા સંમેલન

રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગણી સાથે રાજકોટમાં જે ક્ષત્રિયોનું સંમેલન મળશે. કાલે હિંમતનગર બાદ આજે રાજકોટમાં સાંજે પાંચ વાગ્યે આ ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાશે.  
રાજ્યના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહેશે.સૌરાષ્ટ્ર અને કચ્છ ના ગ્રામ્ય વિસ્તારમાંથી સૌથી વધુ ક્ષત્રિય સમાજમાં લોકો ઉપસ્થિત રહેશે..સંમેલનમાં સૌથી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને બહેનો ઉપસ્થિત રહેશે.રાજકોટથી 19 કિલોમીટર દૂર આવેલા રતનપર ગામે સાંજે 5:00 વાગ્યે મહાસંમેલન શરૂ થશે.
ગુજરાત અને રાજસ્થાનમાંથી રાજપૂત સમાજના અગ્રણીઓ સંમેલનમાં  ઉપસ્થિત રહેશે.

12:02 PM (IST)  •  14 Apr 2024

Lok sabha election 2024: રાજસ્થાનના બાડમેરમાં રવિન્દ્ર ભાટીનો પ્રચંડ પ્રચાર

રાજસ્થાનના બાડમેરમાં રવિન્દ્ર ભાટી  પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. વરસતા વરસાદમાં અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર ભાટીએ પ્રચાર કર્યો. ભારે પવન અને વરસતા વરસાદમાં ભાટીના પ્રચારનો વીડિયો વાયરલ થયો છે.

12:01 PM (IST)  •  14 Apr 2024

Lok sabha election 2024:વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે કૉંગ્રેસના ઉમેદવાર જાહેર

વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે કૉંગ્રેસે  ઉમેદવાર જાહેર કરી દીધા છે. પોરબંદરથી રાજુ ઓડેદરાને કૉંગ્રેસે  ટિકિટ  આપી છે. વિજાપુરથી કૉંગ્રેસના દિનેશ પટેલ ભાજપના સી.જે.ચાવડા સામે  ચૂંટણી લડશે.વાઘોડીયાથી કૉંગ્રેસે કનુભાઈ ગોહિલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ખંભાતથી કૉંગ્રેસે મહેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી છે. માણાવદરથી કૉંગ્રેસે હરિભાઈ કણસાગરાને ટિકિટ આપી છે.

12:01 PM (IST)  •  14 Apr 2024

Lok sabha election 2024: લોકસભાની બાકીની ચાર બેઠકો માટે કૉંગ્રેસના ઉમેદવાર જાહેર

લોકસભાની બાકીની ચાર બેઠકો માટે કૉંગ્રેસના ઉમેદવાર જાહેર કર્યો છે.રાજકોટથી કૉંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. રાજકોટમાં ધાનાણી V/S રૂપાલાનો ચૂંટણી જંગ જામશે. અમદાવાદ પૂર્વથી કૉંગ્રેસે હિંમતસિંહ પટેલને  ટિકિટ આપી છે. અમદાવાદ પૂર્વ પર હસમુખ પટેલ V/S હિંમતસિંહ પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામશે. નવસારીથી સી.આર.પાટીલ V/S નૈષધ દેસાઈ વચ્ચે ચૂંટણી જંગ  જામશે. મહેસાણાથી હરિભાઈ પટેલ V/S  રામજી ઠાકોર વચ્ચે ચૂંટણી લડાશે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget