Rajkot News: રાજકોટના HDFC બેંક બહાર નવી નકોર ચલણી નોટ લેવા માટે લાગી લાંબી લાઈન
રાજકોટમાં બેંકની બહાર લાગી લોકોની લાંબી લાંબી કતારો. પાંચ રૂપિયાના સિક્કા, દસની અને વીસ રૂપિયાની નોટો લેવા માટે બેંકની બહાર ઉમટી લોકોની ભીડ. HDFC બેંક બહાર મહિલાઓ, વેપારીઓ અને સિનિયર સિટીઝનો લાઈન છુટ્ટા લેવા માટે બેંક ખુલતાની સાથે જ લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા. લોકો અને વેપારીઓએ આક્રોશ ઠાલવતા કહ્યું કે છેલ્લા દોઢ-બે મહિનાથી રાજકોટ શહેરમાં છુટ્ટા નાણાની ખુબ જ અછત છે.. છુટ્ટા ન હોવાથી નાના ધંધાર્થીઓને વ્યવસાયમાં અસર થઈ રહી છે.. સાથે જ કેન્દ્ર સરકાર અને આરબીઆઈને પણ છુટ્ટા નાણાની વ્યવસ્થા કરવા અંગે અપીલ કરી.. છુટ્ટા માટે બેથી ત્રણ કલાક સુધી લાઈનમાં ઉભા રહેતા લોકોએ તો નોટબંધીની યાદ આવી ગઈ હોવાની પણ પ્રતિક્રિયા આપી..





















