Hardik Patel: નિકોલના કેસમાં ભાજપ MLA હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
નિકોલના કેસમાં ભાજપ MLA હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલના કેસમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં થઈ ચાર્જફ્રેમ. જેને પગલે હવે
આ કેસનો ટ્રાયલ આગળ ચાલશે. અગાઉ ઘણા સમયથી હાર્દિક કોર્ટમાં મુદતે હાજર રહ્યો નહીં હોવાથી કોર્ટે ગંભીર નોંધ લઈ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતુ. તેની સામે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે તેને આગામી મુદતે હાજર રહેવાની શરતે તેની વિરુદનું વોરંટ રદ કર્યું હતુ..હાર્દિક પટેલે આપેલી બાંહેધરી મુજબ મંગળવારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રૂબરું હાજર રહ્યો હતો. જેથી કોર્ટે હાર્દિક પટેલની ઔપચારિક પૂછપરછ કર્યા બાદ તેની વિરુદ્ધમાં ચાર્જફ્રેમ કર્યો હતો. જેને પગલે હવે આ કેસમાં ટ્રાયલની પ્રક્રિયા વિધિવત રીતે શરૂ થશે





















