શોધખોળ કરો

Lok Sabha Election Result 2024: દિલ્હીમાં ખાતુ પણ ના ખુલ્યું, પંજાબમાં કેટલી બેઠકો પર આગળ છે AAP?

Lok Sabha Election Result 2024: પંજાબમાં આમ આદમી પાર્ટી ત્રણ બેઠકો પર આગળ છે જ્યારે નવી દિલ્હીની સાત બેઠકો પર છે પાછળ છે.

Lok Sabha Election Result 2024:  લોકસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણો આવવા લાગ્યા છે. અત્યાર સુધી જે વલણો સામે આવ્યા છે તેમાં એનડીએ સરકાર ચોક્કસપણે દેખાઈ રહી છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધન પણ જોરદાર ટક્કર આપી રહ્યું છે. જેના કારણે NDAને ઘણા મોટા રાજ્યોમાં સીધું નુકસાન થતું જોવા મળી રહ્યું છે. પંજાબમાં આ વખતે આમ આદમી પાર્ટીએ કંઈક સારું પ્રદર્શન કર્યું છે. ચોક્કસપણે તેનું ખાતું દિલ્હીમાં ખૂલતું હોય તેવું લાગતું નથી, પરંતુ હાલમાં તે પંજાબમાં ત્રણ બેઠકો પર આગળ છે.

પંજાબમાં AAPનું પ્રદર્શન

પંજાબની વાત કરીએ તો અત્યારે આમ આદમી પાર્ટી હોશિયારપુર, આનંદપુર સાહિબ અને સંગરુરમાં લીડ લેતી દેખાઈ રહી છે. હોશિયારપુરમાં AAPના સુશીલ ગુપ્તા 25345 મતોથી આગળ છે, આનંદપુર સાહિબમાં મિલવિંદર સિંહ કંગ 6112 મતોથી આગળ છે. સંગરુરમાં ગુરમીત સિંહ મીત હય્યર 140248 મતોથી આગળ છે. જો હરિયાણાની વાત કરીએ તો ત્યાં આમ આદમી પાર્ટી એક સીટ પર આગળ ચાલી રહી છે.

રાજસ્થાનમાં આપને કેટલા મળ્યા મત

રાજસ્થાનમાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ કેટલાક વોટ મેળવ્યા છે. કેટલાક સમયથી પાર્ટી એક સીટ પર લડતી જોવા મળી રહી હતી, પરંતુ હવે ફરી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો જોવા મળી રહ્યો છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે અને ઘણી બેઠકો પર ભાજપને હરાવ્યું છે.

પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં એક મોટું આશ્ચર્ય જોવા મળ્યું છે. ટીએમસીએ 20થી વધુ સીટો પર લીડ મેળવી છે. તમામ નિષ્ણાતોએ જ દાવો કરી રહ્યા હતા કે ભાજપ પશ્વિમ બંગાળમાં સારુ પ્રદર્શન કરશે.                                                                                                                                                                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત

ABP Premium

વિડિઓઝ

Delhi Rain | દિલ્લીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણીGujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદDelhi Airport Roof Collapse | દિલ્લી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટતા 6 લોકો ઘાયલT20 World Cup semi-final: T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!

છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો

shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો

Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું

Embed widget