શોધખોળ કરો

Lok Sabha Election Results 2024: BJPને રામ ના ન મળ્યા આશીર્વાદ, શું શિવ પણ થયા નારાજ? જાણો જ્યોતિર્લિંગ વાળી 12 સીટોનું રિઝલ્ટ

ભાજપે આ ચૂંટણીમાં રામ મંદિરને પણ મોટો મુદ્દો બનાવ્યો હતો, પરંતુ નવાઈની વાત એ હતી કે અયોધ્યામાં જ ભાજપને રામ લલ્લાના આશીર્વાદ મળ્યા નથી.

Lok Sabha Election Results 2024: લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. બીજેપીની આગેવાની હેઠળનું ગઠબંધન સતત ત્રીજી વખત સત્તામાં પરત ફરતું જણાય છે. જોકે, પરિણામો ભાજપની ઈચ્છા મુજબ આવ્યા ન હતા. 400નો ટાર્ગેટ લઈને આવેલ એનડીએ માત્ર 300 સીટો સુધી સીમિત રહી ગયું હતું. ઉત્તર પ્રદેશમાં ભાજપને સૌથી મોટો ફટકો પડ્યો છે. અહીં 2019ની લોકસભા ચૂંટણીમાં NDAને 64 બેઠકો મળી હતી, પરંતુ આ વખતે આ બેઠકો ઘટીને 36 થઈ ગઈ છે. ભાજપે આ ચૂંટણીમાં રામ મંદિરને પણ મોટો મુદ્દો બનાવ્યો હતો, પરંતુ નવાઈની વાત એ હતી કે અયોધ્યામાં જ ભાજપને રામ લલ્લાના આશીર્વાદ મળ્યા નથી. ચાલો જાણીએ કે ભાજપને ભગવાન શિવના કેટલા આશીર્વાદ મળ્યા. એટલે કે 12 જ્યોતિર્લિંગ સીટો પર શું પરિણામ આવ્યા? 

જ્યોતિર્લિંગ

લોકસભા સીટ

પરિણામ

સોમનાથ

ગુજરાત

બીજેપી

મલ્લિકાર્જુન

મછલીપટનમ (આંધ્ર)

NDA (જનસેના)

મહાકાલેશ્વર

ઉજ્જૈન (MP)

બીજેપી

ઓમકારેશ્વર

ખંડવા (MP)

બીજેપી

કેદારેશ્વર (કેદારનાથ)

ગઢવાલ (ઉત્તરાખંડ)

બીજેપી

ભીમાશંકર

પુણે (મહારાષ્ટ્ર)

બીજેપી

વિશ્વેશ્વર

વારાણસી (યુપી)

બીજેપી

ત્ર્યંબકેશ્વર

નાસિક (મહારાષ્ટ્ર)

શિવસેના ઉદ્ધવ જૂથ

વૈદ્યનાથ

ગોડ્ડા (ઝારખંડ)

બીજેપી

નાગેશ્વર

જામનગર (ગુજરાત)

બીજેપી

ઘુષ્મેશ્વર (ઘૃષ્ણેશ્વર)

ઔરંગાબાગ

એનડીએ

અયોધ્યામાં ભાજપની હાર  

ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ લલ્લુ સિંહને અયોધ્યામાં મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદે લલ્લુ સિંહને 54567 મતોથી હરાવ્યા.

PM મોદીએ લોકસભા ચૂંટણીના પરિણામો પર શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં NDAની જીતને ભારતના ઈતિહાસની 'અભૂતપૂર્વ ક્ષણ' ગણાવી હતી. પીએમ મોદીએ કહ્યું, તેઓ દેશની જનતાની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધશે. પીએમ મોદીએ તેમની અથાક મહેનત માટે તમામ દેશવાસીઓ તેમજ ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ઓડિશામાં ભાજપની જીત બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કોઈ કસર છોડશે નહીં.

તેમણે કહ્યું કે હું દેશના ખૂણે ખૂણે હાજર ભાજપના કાર્યકરોને કહીશ કે તમારી મહેનત અને તમે આટલી ગરમીમાં વહાવેલો પરસેવો મોદીને સતત કામ કરવાની પ્રેરણા આપે છે. હું દેશવાસીઓને ફરી કહેવા માંગુ છું કે જો તમે 10 કલાક કામ કરશો તો મોદી 18 કલાક કામ કરશે. તમે એક પગલું ભરશો, મોદી ચાર પગલાં ભરશે. ત્રીજા કાર્યકાળમાં દેશ મોટા નિર્ણયોનો નવો અધ્યાય લખશે. આ મોદીની ગેરંટી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગતPM Modi In Silvassa : બહેનોને ભલે ઠપકો ખાવો પડે તોય કયું કામ કરવાનું મોદીએ લોકો માંગ્યું વચન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
Embed widget