Lok Sabha Elections 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો ક્યાં થયું સૌથી વધુ વોટિંગ
Lok Sabha Election 2024: બીજા તબક્કામાં જે 88 બેઠકો પર મતદાન થઈ થયું તેમાંથી ભાજપ પાસે અડધાથી વધુ એટલે કે 52 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 22 બેઠકો છે.
Lok Sabha Elections 2024, 2nd Phase voting: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલ (શુક્રવાર)ના રોજ થયું હતું. 6 વાગતાં જ મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કેટલાક મતદાન મથકો પર હજુ પણ લાંબી લાઈનો છે. 6 વાગ્યા આવેલા મતદારોને વોટિંગ કરવા દેવામાં આવશે. સરેરાશ 65 ટકા મતદાન થયું છે. ત્રિપુરામાં સૌથી વધુ 74 ટકા જેટલું મતદાન થયું છે. બિહાર અને ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછું મતદાન થયું છે. બીજા તબક્કામાં 13 રાજ્યોના મતદારો 88 બેઠકો પર ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. બીજા તબક્કામાં જે 88 બેઠકો પર મતદાન થઈ થયું તેમાંથી ભાજપ પાસે અડધાથી વધુ એટલે કે 52 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 22 બેઠકો છે.
સાંજે 6 વાગ્યા સુધી મતદાનના આંકડા
- આસામ- 70.66 ટકા
- બિહાર- 52.63 ટકા
- છત્તીસગઢ- 72.13 ટકા
- જમ્મુ અને કાશ્મીર- 67.22 ટકા
- કર્ણાટક- 63.90 ટકા
- કેરળ- 63.97 ટકા
- મધ્ય પ્રદેશ- 54.42 ટકા
- મહારાષ્ટ્ર- 53.51 ટકા
- મણિપુર- 76.06 ટકા
- રાજસ્થાન- 59.19 ટકા
- ત્રિપુરા- 76.23 ટકા
- ઉત્તર પ્રદેશ- 52.64 ટકા
- પશ્ચિમ બંગાળ- 71.84 ટકા
શમીએ વોટિંગ બાદ શું કહ્યું
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ લોકસભા ચૂંટણી ના બીજા તબક્કા માટે મતદાન કરવા માટે અમરોહાના એક મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું, હું માત્ર એટલું કહેવા માંગુ છું કે દરેક નાગરિકને પોતાનો મત આપવાનો અને તેમની પસંદગીની સરકારને પસંદ કરવાનો અધિકાર છે. મારા માટે ગર્વની વાત છે કે પીએમ મોદીએ તેમના ભાષણ દરમિયાન મારું નામ લીધું અને મારી રમતની તથા મારી પ્રશંસા કરી.
#YouAreTheOne
— Election Commission of India (@ECISVEEP) April 26, 2024
A legacy of democracy: 108-year-old Bhuri Bai casts her vote in Kota Bundi. #Rajasthan
Celebrate #ChunavKaParv because #YouAretheOne ✨#DeshKaGarv #Election2024 #IVote4Sure #GeneralElection2024 pic.twitter.com/Js2o3vM2BY
આ રાજ્યોમાં મતદાન
બીજા તબક્કામાં કેરળની તમામ 20 બેઠકો ઉપરાંત કર્ણાટકની 28માંથી 14 બેઠકો, રાજસ્થાનની 13 બેઠકો, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની આઠ-આઠ બેઠકો, મધ્ય પ્રદેશની છ બેઠકો, આસામ અને બિહારની પાંચ-પાંચ બેઠકો, છત્તીસગઢની બેઠકો પર મતદાન યોજાયું. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં ત્રણ-ત્રણ અને મણિપુર, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરમાં એક-એક બેઠક પર મતદાન યોજાયું.
રાજ્ય |
સવારે 9 વાગ્યા સુધીમાં મતદાન |
સવારે 11 વાગ્યા સુધીમાં મતદાન% |
બપોરે 1 વાગ્યા સુધીમાં મતદાન |
બપોરે 3 વાગ્યા સુધીમાં મતદાન % |
આસામ |
9.15 |
27.43 |
46.31 |
60.32 |
બિહાર |
9.65 |
21.68 |
33.80 |
44.24 |
છત્તીસગઝ |
15.42 |
35.47 |
53.09 |
63.92 |
જમ્મુ-કાશ્મીર |
10.39 |
26.61 |
42.88 |
57.76 |
કર્ણાટક |
9.21 |
22.34 |
38.23 |
50.93 |
કેરળ |
11.9 |
25.61 |
39.26 |
51.64 |
મધ્ય પ્રદેશ |
13.82 |
28.15 |
38.96 |
46.50 |
મહારાષ્ટ્ર |
7.45 |
18.83 |
31.77 |
43.01 |
મણિપુર |
14.8 |
33.22 |
54.26 |
68.48 |
રાજસ્થાન |
11.77 |
26.84 |
40.39 |
50.27 |
ત્રિપુરા |
16.65 |
36.42 |
54.47 |
68.92 |
યુપી |
11.67 |
24.31 |
35.73 |
44.13 |
પશ્ચિમ બંગાળ |
15.68 |
31.25 |
47.29 |
60.60 |