શોધખોળ કરો
Advertisement
BJP Candidates List: ભાજપે જાહેર કર્યુ વધુ એક લિસ્ટ, જાણો કોને ક્યાંથી આપી ટિકિટ
BJP List: લોકસભા ચૂંટણીને લઈ ભાજપે છઠ્ઠુ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 3 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
BJP Candidates List: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP) એ મંગળવારે (26 માર્ચ) ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં ભાજપે કરૌલી ધોલપુરથી ઈન્દુ દેવી જાટવને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે દૌસાથી કન્હૈયાલાલ મીણાને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે મણિપુરની આંતરિક મણિપુર સીટથી થૌનાઓજમ બસંત કુમાર સિંહને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે કરૌલી ધોલપુરથી ડો.મનોજ રાજૌરિયાની ટિકિટ રદ કરીને ઈન્દુ દેવી જાટવને ટિકિટ આપી છે.
BJP releases the 6th list of candidates for the upcoming Lok Sabha elections 2024. pic.twitter.com/u7K2Dq2c1u
— ANI (@ANI) March 26, 2024
આ 7 તબક્કામાં યોજાશે મતદાન
- દેશમાં લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.
- પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.
- બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશમાં લોકસભાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે.
- ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.
- ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.
- પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે.
- છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.
- સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement