હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત
હિમાચલ પ્રદેશના કુલ્લુના મણિકર્ણમાં રવિવારે (30 માર્ચ) એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક મોટું ઝાડ અનેક વાહનો પર પડ્યું, જેની નીચે ઘણા લોકો દબાઈ ગયા.

Kullu Accident: હિમાચલ પ્રદેશના કુલ્લુના મણિકર્ણમાં રવિવારે (30 માર્ચ) એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક મોટું ઝાડ અનેક વાહનો પર પડ્યું, જેની નીચે ઘણા લોકો દબાઈ ગયા. કુલ્લુ એસપીએ 6 લોકોના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઝાડ પડવાને કારણે અકસ્માતનું કારણ ભારે પવન હોવાનું કહેવાય છે. હાલ પોલીસ બચાવ કામગીરીમાં લાગેલી છે. જણાવવામાં આવી રહ્યું છે કે દટાયેલા લોકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.
#WATCH | Himachal Pradesh | Six people died, and five were injured after trees were uprooted near Manikaran Gurudwara parking in Kullu. Police and rescue teams of the district administration have shifted five injured to the local community hospital at Jari: ADM Kullu, Ashwani… pic.twitter.com/Kt9VvtrC6j
— ANI (@ANI) March 30, 2025
સ્ટ્રીટ વેન્ડર, સુમો ડ્રાઈવર અને પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક દુ:ખદ અકસ્માતની ઘટના બની છે. જ્યાં મણિકર્ણમાં ગુરુદ્વારા પાસે ઝાડ પડતાં 6 લોકોનાં મોત થયાં છે. ઘટનાની જાણકારી મળતા જ એસડીએમ કુલ્લુ વિકાસ શુક્લા પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મણિકર્ણ ગુરુદ્વારાની સામે જ રોડની નજીક એક પાઈનનું ઝાડ તૂટીને પડ્યું, જેના કારણે ત્યાં ઊભેલા સ્ટ્રીટ વેન્ડર, એક સુમો સવાર અને ઘટનાસ્થળે હાજર ત્રણ પ્રવાસીઓ ઝાડની નીચે દટાઈ ગયા હતા. આ અકસ્માતમાં કૂલ 6 લોકોના મોત થયા છે.
મૃત્યુ પામેલા લોકોની ઓળખ થઈ શકી નથી
હાલ મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. એડીએમ કુલ્લુ અશ્વની કુમારે માહિતી આપી હતી કે અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પહાડ પરથી પડેલો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે
જ્યારે પહાડો પરથી ઘણો કાટમાળ પણ નીચે આવી ગયો હતો. હવે આ કાટમાળ હટાવ્યા બાદ તેની નીચે પણ લોકોની શોધ કરવામાં આવી રહી છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. એવી આશંકા છે કે ભૂસ્ખલનને કારણે વૃક્ષ તેના મૂળ સહિત પહાડી પરથી પડી ગયું અને તેની સાથે મોટી માત્રામાં કાટમાળ પણ નીચે આવી ગયો, જેમાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. વહીવટીતંત્ર વહેલી તકે લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે.





















