શોધખોળ કરો

Karnataka Politics: ‘દિલ ચીરીને જોશો તો PM મોદી દેખાશે’, અને બાદમાં ઈશ્વરપ્પાએ BJP સામે જ ચૂંટણી લડવાની કરી જાહેરાત

ઈશ્વરપ્પાએ તેમના સમર્થકો દ્વારા બોલાવેલી બેઠકમાં ભાજપ સામે બળવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, હું શિમોગા લોકસભા મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

Karnataka Politics: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા કેએસ ઇશ્વરપ્પાએ શુક્રવારે (15 માર્ચ) શિમોગા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે આગામી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તેમણે આ નિર્ણય લીધો છે કારણ કે તેમના પુત્ર કે ઇ કંટેશને હાવેરી મતવિસ્તારમાંથી ટિકિટ આપવામાં આવી નથી. ભાજપે હાવેરી સીટ પરથી પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈને મેદાનમાં ઉતાર્યા છે.

કંટેશને ટિકિટ ન મળવા માટે ઇશ્વરપ્પાએ પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને જવાબદાર ઠેરવ્યા હતા. ભાજપે યેદિયુરપ્પાના પુત્ર બીવાય રાઘવેન્દ્રને શિમોગાથી ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પરથી કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી એસ બંગરપ્પાની પુત્રી ગીતા શિવરાજકુમારને મેદાનમાં ઉતાર્યા છે. ગીતા કન્નડ ફિલ્મ સ્ટાર શિવરાજ કુમારની પત્ની છે.

ઇશ્વરપ્પા અપક્ષ તરીકે ચૂંટણી લડશે

ઈશ્વરપ્પાએ તેમના સમર્થકો દ્વારા બોલાવેલી બેઠકમાં ભાજપ સામે બળવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, હું શિમોગા લોકસભા મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ. કર્ણાટકમાં ભાજપની સ્થાપના અને પછી તેને મજબૂત કરવાનો શ્રેય ઈશ્વરપ્પા, યેદિયુરપ્પા અને સ્વર્ગસ્થ એચએન અનંત કુમારને આપવામાં આવે છે.

'પક્ષે કંટેશને ટિકિટ આપવાની ખાતરી આપી હતી'

પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે ભાજપના સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય યેદિયુરપ્પાએ તેમના પુત્રને ટિકિટ આપવાનું આશ્વાસન આપ્યું હતું. એટલું જ નહીં, પરંતુ તેમની જીત સુનિશ્ચિત કરવા માટે પ્રચાર કરવાનું વચન પણ આપ્યું હતું, પરંતુ હવે તેમણે તેમની સાથે દગો કર્યો છે.

'હું નરેન્દ્ર મોદીની વિરુદ્ધ નથી'

તેમણે આરોપ લગાવ્યો કે ભાજપનું રાજ્ય એકમ યેદિયુરપ્પા પરિવારની ચુંગાલમાં છે. તેમનો એક પુત્ર સાંસદ છે અને બીજો પુત્ર ધારાસભ્ય અને પ્રદેશ અધ્યક્ષ છે. આ દરમિયાન ઈશ્વરપ્પાએ વારંવાર એ વાત પર ભાર મૂક્યો હતો કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ નથી. તેણે કહ્યું કે હું ભલે મારો જીવ ગુમાવી દઉં, હું નરેન્દ્ર મોદીની વિરુદ્ધ નહીં જઈશ. મારું દિલ ચીરીને જોશો તો એક તરફ ભગવાન રામ હશે અને બીજી બાજુ મોદી હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો

IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

Embed widget