શોધખોળ કરો
Advertisement
આજે કોંગ્રેસ ગુજરાતના 12 ઉમેદવારના નામ કરશે જાહેર, દિલ્હીમાં CECની બેઠક યોજાશે
અમદાવાદ: લોકસભા ચૂંટણની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે લોકસભાની 13 અને વિધાનસભાની ચાર બેઠકોની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના દિલ્હી દરબારમાં સોમવારે સાંજે છ વાગ્યે સ્ક્રિનિંગ કમિટીની મીટિંગ યોજાઈ હતી. ત્યાર બાદ ગઈકાલે સાંજે મહેસાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી.
આ બેઠક બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એવું સૂચક નિવેદન કર્યું હતું કે, કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં સિનિયર નેતાઓને લડાવી શકે છે. ભરૂચ બેઠક પર એહમદ પટેલને ચૂંટણી લડાવવાના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવના પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
જોકે સિનિયર નેતાઓને લોકસભાની ચૂંટણી લડાવવી કે કેમ તેનો ફેંસલો આજે મળનારી સીઈસીની મીટિંગમાં રાહુલ ગાંધી કરશે. સૂત્રો પ્રમાણે, અમદાવાદ પૂર્વની બેઠક પર મહિલાને મેદાનમાં ઉતારાય તેવી શક્યતા છે.
લોકસભાની 13 બેઠકો ઉપરાંત વિધાનસભાની ચાર બેઠકો માટે ઉમેદવારોના નામોને સ્ક્રિનિંગ કમિટીની મીટિંગમાં આખરી ઓપ અપાયો છે. હવે આજે એટલે મંગળવારે સાડા ત્રણ વાગ્યે રાહુલ ગાંધીની આગેવાનીમાં સીઈસીની મીટિંગ યોજાશે, જેમાં ઉમેદવારોના નામ પર મંજૂરીની મ્હોર લાગશે.
સૂત્રો પ્રમાણે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિતની બેઠકો પર બેથી ત્રણ દાવેદારો હતા, જેને પગલે ભડકો થવાની ભીતિ સેવાઈ રહી છે. આ કારણસર પણ નામ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement