શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીઃ ભાજપે મુંબઈ નોર્થ-ઇસ્ટ સીટથી કિરીટ સોમૈયાની આ કારણે કાપી ટિકિટ, જાણો વિગત
મુંબઈઃ ભાજપે બુધવારે ઉમેદવારોની નવી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં મહારાષ્ટ્રની 1 અને ઉત્તરપ્રદેશની 5 બેઠકો પર નામ નક્કી કર્યા છે. મુંબઈ ઉત્તર-પૂર્વ બેઠક પરથી હાલના સાંસદ કિરીટ સોમૈયાની જગ્યાએ મનોજ કોટકને ટિકિટ આપવામાં આવી છે.
સોમૈયાની આ કારણે કપાઇ ટિકિટ
શિવસેના સોમૈયાને ટિકિટ આપવાના વિરોધમાં હતી. ઉદ્ધવ ઠાકરેએ ભાજપના મોવડીમંડળને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તે ઉત્તર-પૂર્વ સીટ પરથી કિરીટ સોમૈયાને નથી ઈચ્છતા. સોમૈયાએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પારિવારિક સંપત્તિ જાહેર કરે તેમ કહ્યું હતું. આ વાત ઉદ્ધવને ખટકી હતી. જેના કારણે શિવસેના અને ભાજપના સંબંધોના ખટાશ આવી ગઈ હતી. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપનું નેતૃત્વ સોમૈયાથી ખુશ નહોતું.
કોણ છે મનોજ કોટક મનોજ કિશોરભાઈ કોટક ભારતીય જનતા પાર્ટના કોર્પોરેટર અને બીએમસીના નેગર સેવક દળના સભ્ય છે. તેઓ મુલુંડ વિસ્તારમાં રહે છે. કોટકને ટિકિટ મળ્યા બાદ સોમૈયાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, તેઓ કોટકને ટિકિટ મળવાથી ઘણા ખુશ છે અને જીતાડવા માટે પૂરું સમર્થન આપશે. પાર્ટીની અંદર જવાબદારીઓ બદલાતી રહે છે.Kirit Somaiya,sitting BJP MP from Mumbai North East: Very happy that Manoj Kotak ji standing with me here has got the ticket. We all will support him and ensure he wins.Ultimately our aim is a second term for Modi ji. Responsibilities within party keep shifting,nothing new in it. pic.twitter.com/5sIE2XCGcX
— ANI (@ANI) April 3, 2019
અખિલેશ યાદવ સામે ચૂંટણી લડનારા ભાજપના ઉમેદવાર કેમ ઓળખાય છે ‘નિરહુઆ’ના નામથી, જાણો વિગત BJPની મહિલા ઉમેદવારે એફિડેવિટમાં છૂપાવી લગ્નની વાત, જાણો વિગતBJP releases 16th list of 6 candidates in Maharashtra and Uttar Pradesh for #LokSabhaElections2019 . Manoj Kotak to contest from Mumbai North East (where Kirit Somaiya is the sitting MP), Dinesh Lal Yadav 'Nirhua' to contest from Azamgarh (UP) against SP's Akhilesh Yadav. pic.twitter.com/uQvwJpGRSl
— ANI (@ANI) April 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement