શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત આ સીટ પરથી પણ ચૂંટણી લડશે, જાણો વિગત
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે બે સીટ પરથી લોકસભા ચૂંટણી લડી શકે છે. શનિવારે કેરલ કોંગ્રેસ અધ્યક્ષ મુલ્લાપલ્લી રામચંદ્રને બીજી સીટ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરલમાં પાર્ટીનો ગઢ ગણાતી વાયનાડ સીટથી ચૂંટણી લડશે. રાહુલ ગાંધીએ પણ આ માટે તૈયારી દર્શાવી છે. કોંગ્રેસ નેતૃત્વ છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધીને ઉત્તરપ્રદેશના અમેઠી ઉપરાંત દક્ષિણની કોઇ પણ સંસદીય સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં તેવું દબાણ કરતું હતું.
રાહુલ ગાંધી સાથે આશરે એક મહિનાથી વાતચીત ચાલતી હતી પરંતુ તેઓ ઈચ્છુક નહોતા. પરંતુ આખરે તેઓ માની ગયા તેમ સૂત્રોએ જણાવ્યું હતું. લોકસભાનું પુનઃસીમાંકન થયા બાદ 2009માં વાયનાડ લોકસભા સીટ અસ્તિત્વમાં આવી હતી. જે કન્નૂર, મલાપ્પુરમ અને વાયનાડ સંસદીય વિસ્તાર ભેગા થઇને બની છે. કોંગ્રેસ નેતા એમએલ શાહનવાઝ છેલ્લી બે ટર્મથી અહીં જીતતા આવ્યા છે.
ભાજપે અમેઠી સીટ પરથી સ્મૃતિ ઇરાનીને ઉમેદવાર બનાવ્યા છે.
પરેશ રાવલે લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી છેઃ જીતુ વાઘાણી
મથુરામાં હેમા માલિની સામે કોંગ્રેસ ઉતારી શકે છે ડાન્સર સપના ચૌધરીને, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement