શોધખોળ કરો
મુકેશ અંબાણીએ ભાજપના નહીં કોંગ્રેસના ઉમેદવારનું કર્યું સમર્થન, ગણાવ્યા ભરોસાપાત્ર વ્યક્તિ, જાણો વિગત
લોકસભા ચૂંટણીમાં દક્ષિણ મુંબઈ સીટ પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમા ઉતરેલા મિલિંદ દેવડાએ એક વીડિયો ટ્વિટ કર્યો છે. આ વીડિયોમાં આમ આદમીથી લઇ ખાસ લોકોએ મિલિંદ દેવડાને સૌથી સારા ઉમેદવાર બતાવ્યા છે.

મુંબઈઃ લોકસભા ચૂંટણીમાં દક્ષિણ મુંબઈ સીટ પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમા ઉતરેલા મિલિંદ દેવડાએ એક વીડિયો ટ્વિટ કર્યો છે. આ વીડિયોમાં આમ આદમીથી લઇ ખાસ લોકોએ મિલિંદ દેવડાને સૌથી સારા ઉમેદવાર બતાવ્યા છે. આ વીડિયોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને કોટક મહિન્દ્રા ગ્રુપના માલિક ઉદય કોટકે પણ તેમનું સમર્થન આપ્યું છે. વીડિયો ટ્વિટ કરીને મિલિંદ દેવડાએ લખ્યું કે, દક્ષિણ મુંબઈનો મતલબ બિઝનેસ. જો લોકો મને વિજેતા બનાવશે તો હું યુવાઓ માટે નોકરીની તક સર્જિશ. યુવાઓને નોકરી આપવી મારી પહેલી પ્રાથમિકતા હશે. આ ટ્વિટમાં મુકેશ અંબાણી કહી રહ્યા છે કે, મિલિંદ ઇઝ ધ મેન ફોર સાઉથ મુંબઈ. તેઓ છેલ્લા 10 વર્ષથી અહીંયાના સાંસદ છે. મને ભરોસો છે કે મિલિંગને અનેક મુદ્દાની ઘણી જાણકારી છે. તે યુવીઓ માટે નોકરીની તક શોધતા હોય છે. મુકેશ અંબાણી અને મિલિંદ દેવડા પરિવાર વચ્ચે ઘણો જૂનો સંબંધ છે. કદાચ આ કારણે જ તે મિલિંદ દેવડા માટે પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. દેવડા યુપીએ સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. દક્ષિણ મુંબઇમાં ચોથા તબક્કામાં 29 એપ્રિલના રોજ વોટિંગ થશે.
From small shopkeepers to large industrialists - for everyone, South Mumbai means business. We need to bring businesses back to Mumbai and make job creation for our youth a top priority.#MumbaiKaConnection pic.twitter.com/d4xJnvhyKr
— Milind Deora (@milinddeora) April 17, 2019
વધુ વાંચો





















