શોધખોળ કરો

લોકસભા ચૂંટણીઃ થોડા કલાકો પહેલા BJPમાં સામેલ થયેલા સાધ્વી પ્રજ્ઞાને મળી ભોપાલથી ટિકિટ, દિગ્વિજય સિંહ સામે થશે ટક્કર

લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મધ્યપ્રદેશના 4 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં થોડા કલાકો પહેલા જ ભાજપમાં સામેલ થયેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને પણ ટિકિટ આપવામાં આવી છે.

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મધ્યપ્રદેશના 4 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં થોડા કલાકો પહેલા જ ભાજપમાં સામેલ થયેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને પણ ટિકિટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશની હાઇ પ્રોફાઇલ સીટ પરથી તેઓ ચૂંટણી લડશે. આ સીટ પર કોંગ્રેસે તેના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત ભાજપ દ્વારા વિદિશા બેઠક પરથી રમાકાંત ભાર્ગવ, સાગર બેઠક પરથી રાજ બહાદુર સિંહ અને ગુના બેઠક પરથી ડો. કે.પી. યાદવને ટિકિટ ફાળવી છે. સાધ્વી પ્રજ્ઞા ભોપાલ બેઠક પરતી તેનું નામ જાહેર થયાના ગણતરીના કલાકો પહેલા જ ભાજપમાં સામેલ થયા હતા. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાન સાથે મુલાકાત બાદ સાધ્વી પ્રજ્ઞાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, હું બીજેપીનું સભ્યપદ લઈ રહી છું એન હું ચૂંટણી લડીશ અને જીતીશ. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપી બનાવ્યા બાદ સમાચારોમાં આવેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહે છે. જોકે, તે કેસમાં દોષમુક્ત થયા બાદ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના જોરદાર નિવેદનોથી હંમેશા કોંગ્રેસને નિશાન પર લેતા રહ્યા છે. સાધ્વી પ્રજ્ઞાનું એબીવીપી અને દુર્ગા વાહિની સાથે સંપર્ક રહ્યો છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે વર્ષ 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ 9 વર્ષ સુધી જેલમાં રહ્યા. સાધ્વી પ્રજ્ઞાએ આરોપ લગાવ્યો કે તત્કાલીન ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે 'હિન્દુ આતંકવાદ'નો જુમલો ઘઢ્યો અને આ નેરેટિવને સેટ કરવા માટે તેમને ખોટા કેસમાં ફસાવ્યા હતા. 2 એપ્રિલ, 201ના રોજ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા અને થોડા દિવસો પહેલા જ આ કેસમાં તેમને નિર્દોષ જાહેર કરાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ

Embed widget