શોધખોળ કરો
લોકસભા ચૂંટણીઃ ત્રિપુરામાં ભાજપને મોટો ફટકો, પાર્ટી ઉપાધ્યક્ષે પક્ષ સાથે ફાડ્યો છેડો, આપ્યું આવું કારણ
અગરતલાઃ લોકસભા ચૂંટણી પહેલા ભાજપને ત્રિપુરામાં મોટો ફટકો લાગ્યો છે. ત્રિપુરા ભાજપના ઉપાધ્યક્ષ સુબલ ભૌમિકે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ ફરીથી કોંગ્રેસમાં સામેલ થવા જઈ રહ્યા છે. સોમવારે રાતે અગરતલામાં કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક બાદ ભૌમિકે તેના ફેસબુક પેજ પર ‘બસ, બહુ થઈ ગયું’ તેમ લખ્યું હતું.
ભૌમિકે મીડિયાને જણાવ્યું કે, હું એક બોજ તરીકે ભાજપમાં રહેવા માંગતો નહોતો. પાર્ટીના કેટલાક નેતાઓએ કહ્યું કે, જો હું સાંસદ બનીશ તો સરકાર પડી શકે છે. આ સરકાર ઘણા લાંબા સંઘર્ષ બાદ સત્તામાં આવી છે અને તે ઝડપથી જતી રહે તેમ હું નથી ઈચ્છતો.
ત્રિપુરાના નવનિયુક્ત કોંગ્રેસ અધ્યક્ષ પ્રદ્યત માણિક્ય સાથે મોડી રાતે બેઠક બાદ ભૌમિકે આ ફેંસલો લીધો હતો. તેમણે કહ્યું કે, હું આવતીકાલે કોંગ્રેસમાં સામેલ થવા જઇ રહ્યો છું. કોંગ્રેસ અધ્યક્ષ બુધવારે ખુમુલવંગમાં ચૂંટણી રેલીને સંબોધશે તે દરમિયાન કોંગ્રેસમાં જોડાઈ જશે. સોનમુરાથી કોંગ્રેસના ધારાસભ્ય રહેલા ભૌમિકે 2014માં ભાજપમાં સામેલ થવા માટે પાર્ટી છોડી હતી અને ત્રિપુરામાં ભાજપને સત્તા હાંસલ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ભૌમિક ત્રિપુરા પશ્ચિમની બેઠક પરથી કોંગ્રસનો ઉમેદવાર હોઇ શકે છે. અલ્પેશ કથીરીયાની જેલમુક્તિ માટે PAASએ મુખ્યમંત્રી રૂપાણીને લખ્યો પત્ર, જુઓ વીડિયોSubal Bhowmik, Tripura BJP Vice President resigns from the party stating "unavoidable circumstances". pic.twitter.com/461KDaA05G
— ANI (@ANI) March 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement