શોધખોળ કરો
યુપીમાં સૌથી ઓછા મતોથી બીજેપીએ જીતી આ સીટ, કેટલા વૉટનું રહ્યું અંતર, જાણો વિગતે
ધીમેધીમે રાઉન્ડ ખુલતા ગયા અને અંતે બીજેપી ઉમેદવાર ભોલાનાથ સરોજે માત્ર 181 મતોના અંતરથી જીતી લીધી હતી. મછલીશહેર બેઠક પર ભોલાનાથને 4,88,397 મત મળ્યા, જ્યારે બસપાના ત્રિભુવન 4,88,216 મતો જ મેળવી શક્યા હતા

લખનઉઃ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મોદીની આગેવાનીમાં પ્રચંડ જીત હાંસલ કરી છે. આ જીત કેટલી ખાસ છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી બાદ નરેન્દ્ર મોદી એવા વડાપ્રધાન છે જેને સતત બીજીવાર પૂર્ણ બહુમતીથી સરકાર બનાવી છે. આમાં એક ચોંકાવનારુ પરિણામ યુપીથી સામે આવ્યુ, જેમાં 200થી પણ ઓછા મતોથી બીજેપીએ એક બેઠક જીતી છે. ઉત્તરપ્રદેશમાં બીજેપીએ 80 બેઠકો પર ચૂંટણી લડીને વધુમાં વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. અહીંની મછલીશહેર બેઠક ખાસ ચર્ચામાં રહી. જૌનપુર જિલ્લામાં આવેલી મછલીશહેર બેઠકનું સમીકરણ કંઇક એવું હતુ કે અહીં મહાગઠબંધનને લીડ મળી હતી. શરુઆતમાં આ બેઠક પર બસપાના ઉમેદવાર ત્રિભુવન રામ આગળ રહ્યાં.
જોકે, ધીમેધીમે રાઉન્ડ ખુલતા ગયા અને અંતે બીજેપી ઉમેદવાર ભોલાનાથ સરોજે માત્ર 181 મતોના અંતરથી જીતી લીધી હતી. મછલીશહેર બેઠક પર ભોલાનાથને 4,88,397 મત મળ્યા, જ્યારે બસપાના ત્રિભુવન 4,88,216 મતો જ મેળવી શક્યા હતા.
જોકે, ધીમેધીમે રાઉન્ડ ખુલતા ગયા અને અંતે બીજેપી ઉમેદવાર ભોલાનાથ સરોજે માત્ર 181 મતોના અંતરથી જીતી લીધી હતી. મછલીશહેર બેઠક પર ભોલાનાથને 4,88,397 મત મળ્યા, જ્યારે બસપાના ત્રિભુવન 4,88,216 મતો જ મેળવી શક્યા હતા. વધુ વાંચો





















