શોધખોળ કરો

Maharashtra Exit Poll 2024: મહારાષ્ટ્રમાં જામશે ખરાખરીનો જંગ, જાણો એક્ઝિટ પોલમાં કોણ મારી રહ્યું છે બાજી

Maharashtra Exit Poll 2024: મહારાષ્ટ્રમાં એનડીએને 45 ટકા, ઇન્ડિયા એલાયન્સને 44 ટકા અને અન્યને 11 ટકા વોટ મળવાની સંભાવના છે. એક્ઝિટ પોલના પરિણામો અનુસાર મહારાષ્ટ્રમાં નજીકની હરીફાઈ જોવા મળી શકે છે.

Maharashtra Exit Poll 2024: મહારાષ્ટ્રમાં એનડીએને 45 ટકા, ઇન્ડિયા એલાયન્સને 44 ટકા અને અન્યને 11 ટકા વોટ મળવાની સંભાવના છે. એક્ઝિટ પોલના પરિણામો અનુસાર મહારાષ્ટ્રમાં નજીકની હરીફાઈ જોવા મળી શકે છે. એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી NDAને 22-26 બેઠકો અને ઈન્ડિયા એલાયન્સને 23-25 ​​બેઠકો મળવાની સંભાવના છે.

મહારાષ્ટ્રમાં 19 એપ્રિલથી 20 મે વચ્ચે પાંચ તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાઈ હતી. અહીં લોકસભાની 48 બેઠકો માટે મુખ્ય મુકાબલો મહાયુતિ (ભાજપ, શિવસેના, એનસીપી) અને મહાવિકાસ અઘાડી (કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર ગ્રુપ), શિવસેના-યુબીટી) વચ્ચે છે. આ સિવાય વંચિત બહુજન અઘાડી અને AIMIM પણ મેદાનમાં છે. મતદાન પૂર્ણ થતાની સાથે જ દરેક 4 જૂનની રાહ જોઈ રહ્યા છે, જો કે આ પહેલા એક્ઝિટ પોલે રાજકીય પાર્ટીઓના ધબકારા વધારી દીધા છે.

નાના પટોલેનો મોટો દાવો

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ સીટોને લઈને મોટો દાવો કર્યો છે. પટોલેએ કહ્યું, "કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 'ઈન્ડિયા' ગઠબંધનની બેઠક બોલાવી છે. આજે 'ઈન્ડિયા' ગઠબંધનના તમામ નેતાઓ મળશે. ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનવા જોઈએ. આ સામાન્ય માણસની પણ ભાવના છે કે રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનવું જોઈએ. મને નથી ખબર કે આ વિશે ચર્ચા થશે કે નહીં. ઈન્ડિયા ગઠબંધન 300થી વધુ બેઠકો જીતશે.

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીને કેટલી સીટો મળશે?
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે "MVA મહારાષ્ટ્રમાં 48માંથી 40 બેઠકો મેળવશે." પટોલેએ કહ્યું કે શિવસેના (UBT) કોંગ્રેસ કરતાં વધુ સીટો જીતશે કારણ કે તે વધુ સીટો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે.

પટોલેએ દાવો કર્યો હતો કે "લોકોને લાગવા માંડ્યું છે કે આખા દેશનો પ્રવાસ કરી ચૂકેલા રાહુલ ગાંધી પરિવર્તન લાવી શકે તેવા નાયક છે. મહારાષ્ટ્રમાં પણ MVAના ઉમેદવારોને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોંગ્રેસ 14 થી 15 બેઠકો જીતી રહી છે." કોંગ્રેસ મહારાષ્ટ્રમાં 17 સીટો પર ચૂંટણી લડી છે.

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેનો દાવો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ જીતનો દાવો કર્યો છે. સીએમ શિંદેએ આગાહી કરી હતી કે ભાજપ-એનડીએ 400 થી વધુ બેઠકો જીતશે, જ્યારે વર્તમાન લોકસભા ચૂંટણીમાં તેમના પ્રતિસ્પર્ધી, શિવસેના (યુબીટી) ના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેનો સંપૂર્ણ સફાયો થઈ જશે.

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં આ વખતે લોકસભા ચૂંટણી રસપ્રદ રહી હતી. પ્રથમ વખત એનસીપી અને શિવસેનાએ બે જૂથોમાં વહેંચાઈને એકબીજા વિરુદ્ધ પ્રચાર કર્યો હતો અને એકબીજા સામે ઉમેદવારો ઉભા રાખ્યા હતા. હવે દેશમાં કોની સરકાર બનશે તે તો 4 જૂને જ ખબર પડશે.

ક્યારે અને કયા તબક્કામાં કેટલી બેઠકો પર થયું મતદાન?

  • પ્રથમ તબક્કો- 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન.
  • બીજા તબક્કામાં 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થયું હતું. મધ્યપ્રદેશના બેતુલમાં ચૂંટણીની તારીખ બદલીને 7 મે કરવામાં આવી હતી.
  • ત્રીજો તબક્કો- 7 મેના રોજ 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થયું હતું. ગુજરાતના સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ પર ત્રીજા તબક્કાના બદલે 25 મેના રોજ મતદાન થયું હતું.
  • ચોથા તબક્કામાં 13 મેના રોજ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થયું હતું.
  • પાંચમો તબક્કો- 20 મેના રોજ 8 રાજ્યોમાં 49 બેઠકો પર મતદાન થયું હતું.
  • છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ 7 રાજ્યોની 58 સીટો પર મતદાન થયું હતું.
  • સાતમો તબક્કો- 1 જૂને 8 રાજ્યોમાં 57 સીટો પર મતદાન થયું હતું.

(એબીપી સી વોટર એક્ઝિટ પોલ સર્વેનું સેમ્પલ સાઈઝ 4 લાખ 31 હજાર 182 છે અને આ સર્વે 4129 વિધાનસભા સીટો સહિત તમામ 543 લોકસભા સીટો પર કરવામાં આવ્યો હતો. એબીપી સી વોટર સર્વેનું રાજ્ય સ્તર પર  માર્જિન ઓફ એરર + અને -3 ટકા અને પ્રાદેશિક સ્તરે + અને -5 ટકા છે.)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi Ceramic Industry : મોરબીના સિરામીક ઉદ્યોગમાં મંદીથી ઉદ્યોગકારો ચિંતિતBanaskantha News: વડગામના કારમાં સળગેલી લાશનો ભેદ ઉકેલાયો, ફિલ્મની જેમ વીમો પકવવા ઘડ્યો પ્લાનMehsana News: કડીમાં કચરાગાડી બની શબવાહિની, કેનાલમાંથી મળેલા મૃતદેહને ટિપ્પરવાનમાં PMમાં ખસેડાઈRajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Embed widget