શોધખોળ કરો
Advertisement
ઐશ્વર્યા રાય પર વિવાદિત ટ્વિટ કરીને ફસાયો વિવેક ઓબેરોય, મહિલા આયોગે ફટકારી નોટિસ
એનસીપીએ વિવેકના ટ્વિટ પર સવાલ ઉઠાવતાં લખ્યું કે, પદ્મશ્રીથી સન્માનિત વ્યક્તિ આવી ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે. રાષ્ટ્રીય અને રાજ્ય મહિલા કમીશન શું કરી રહ્યું છે.
મુંબઈઃ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પર મીમ બનાવીને બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય ફસાઇ ગયો છે. વિવેક ઓબેરોયે સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચની તસવીરવાળું મીમ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. જેને લઈ રાષ્ટ્રીય મહિલા આયોગે તેને નોટિસ ફટકારી છે. તો NCPએ આકરા પગલાં લઇને ધરપકડ કરવાની માંગ કરી છે. વિવેકે જે મીમ શેર કર્યો છે તેના પર લોકો આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ટ્વિટમાં વિવેકની તેના સહિત 4 અન્ય લોકોની અંગત જિંદગીને મજાક બનાવવા માટે ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે. એનસીપીએ વિવેકના ટ્વિટ પર સવાલ ઉઠાવતાં લખ્યું કે, પદ્મશ્રીથી સન્માનિત વ્યક્તિ આવી ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે. રાષ્ટ્રીય અને રાજ્ય મહિલા કમીશન શું કરી રહ્યું છે.
NCWની અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું, વિવેક ઓબેરોય સોશિયલ મીડિયા પર સંબંધિત લોકો સાથે વ્યક્તિગત રીતે માફી માંગે તેમ અમે ઈચ્છીએ છીએ. જો તે આમ નહીં કરે તો અમે શું કાનૂની પગલા ભરી શકાય તે અંગે વિચારીશું. બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે વિવેક ઓબેરોયને આડે હાથ લીધો હતો. તેણે વિવેકના ટ્વિટને બકવાસ ગણાવ્યું હતું.Rekha Sharma, NCW chairperson: We would like him (Vivek Oberoi) to apologise on social media & personally also to the person concerned. If he doesn't do, we will see what legal action can we take against him. We will be talking to Twitter to remove that tweet immediately. pic.twitter.com/h6st5jgbqQ
— ANI (@ANI) May 20, 2019
વિવેકે જે મીમ શેર કર્યું છે તેની પ્રથમ તસવીરમાં સલમાન અને ઐશ્વર્યા રાય જોવા મળી રહ્યા છે. જેના પર ‘ઓપિનિયન પોલ’ લખવામાં આવ્યું છે. બીજી તસવીરમાં ઐશ્વર્યા રાયની સાથે વિવેક ઓબેરોય નજરે પડે છે, જેના પર ‘એક્ઝિટ પોલ’ લખેલું છે. ત્રીજી તસવીરમાં ઐશ્વર્યા તેના પતિ અભિષેક અને પુત્રી આરાધ્યા સાથે જોવા મળે છે, જેના પર ‘રિઝલ્ટ’ લખેલું છે. આજે સવારે નીતિન ગડકરીએ વિવેક ઓબેરોયની PM મોદી પર આધારિત બાયોપિકનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ અવસરે વિવેકે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, પાંચ વર્ષમાં ભારત ઘણું બદલાયું છે. મને લાગે છે કે હવે તમારા બાપનું નામ નહીં....કામ બોલશે.Disgusting and classless. https://t.co/GUB7K6dAY8
— Sonam K Ahuja (@sonamakapoor) May 20, 2019
Haha! 👍 creative! No politics here....just life 🙏😃 Credits : @pavansingh1985 pic.twitter.com/1rPbbXZU8T
— Vivek Anand Oberoi (@vivekoberoi) May 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement