શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પીળી સાડીવાળી આ મહિલા અધિકારીની નવી તસવીરો આવી સામે, જુઓ આ રહી
આ મહિલાની રિયલ લાઈફમાં ઘણાં બધાં ઉતાર-ચઢાવ આવ્યા છે. મૂળ ઉત્તર પ્રદેશની દેવરિયા જિલ્લાની રહેવાસી આ મહિલા ચૂંટણી અધિકારીનું નામ રીના દ્વિવેદી છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર એક પીળી સાડીવાળી મહિલા અધિકારીની તસવીર વાયરલ થઈ હતી. ફેસબુકથી લઈને વોટ્સએપ પર દરેક આ મહિલા વિશે જાણવા માંગતા હતાં. જોકે, આ મહિલાની રિયલ લાઈફમાં ઘણાં બધાં ઉતાર-ચઢાવ આવ્યા છે. મૂળ ઉત્તર પ્રદેશની દેવરિયા જિલ્લાની રહેવાસી આ મહિલા ચૂંટણી અધિકારીનું નામ રીના દ્વિવેદી છે.
લખનઉના પીડબલ્યૂડી વિભાગમાં જૂનિયર આસિસ્ટન્ટના પદે કાર્યરત રીના દ્વિવેદીએ જણાવ્યું હતું કે, 2004માં તેમના લગ્ન પીડબલ્યૂડી વિભાગમાં કામ કરનારા સીનિયર આસિસ્ટન્ટ સંજય દ્વિવેદી સાથે થયા હતા. પરંતું 2013માં તેમનું મોત થયું હતું. પતિના અવસાન બાદ તેમની હિંમત બુલકુલ તૂટી ગઈ હતી.
રીનાએ જણાવ્યું હતું કે, મને પતિના સ્થાને નોકરી મળી હતી. આજે મારો દીકરો 13 વર્ષનો છે. નાનપણથી મને પોતાની જાતને ફિટ રાખવાનો શોખ હતો. આજ કારણ છે કે મને ફોટો સેશન કરાવવું સારું લાગે છે. આ ઉપરાંત, હું હંમેશા ડ્રેસ કોડનું સિલેક્શન સમજી વિચારીને કરું છું. જેના કારણે હું સુંદર દેખાઉં.
રીનાએ જણાવ્યું હતું કે, આ પહેલા તે અનેકવાર પોતાના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૂકી છે. તેણે જણાવ્યું કે મને ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી હતી પરંતુ મેં ના પાડી દીધી હતી.
સોશિયલ મીડિયામાં લાખો ફેન ફોલોઈંગ બનાવી ચૂકેલી રીના દ્વિવેદી કહે છે કે, જો મને હવે ફિલ્મોમાં કામ કરવાની તક મળશે તો તેની પર વિચાર કરીશ. રીના દ્વિવેદીનું કહેવું છે કે તે હંમેશા આવી જ રીતે તૈયાર થઈને ઓફિસ જાય છે.
તસવીર વાયરલ થયા બાદ રીનાએ કહ્યું કે, લોકો તેમની સાથે સેલ્ફી લેવા માંગે છે. દૂર-દૂરથી ફોન આવે છે. ક્યારેક આ બધું સારું લાગે છે પરંતુ પછી મૂંઝવણ પણ થાય છે. તેણે કહ્યું કે, હું માત્ર મારું કામ કરી રહી હતી. મારી મોહનલાલગંજના નગરામ પોલિંગ બૂથમાં ડ્યૂટી હતી.
રીનાએ કહ્યું હતું કે, પરિવાર આને ખૂબ જ સકારાત્મક રીતે લઈ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે દીકરીનું નામ થયું. રીનાએ એમ પણ જણાવ્યું કે તેમના બૂથ પર 70 ટકા મતદાન થયું હતું. ભવિષ્યમાં સેલિબ્રિટી બનવાનું સપનું રાખનારી પીળી સાડીવાળી મહિલા અધિકારી રીના દ્વિવેદી સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion