શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોંગ્રેસે માત્ર એક જ મહિલાને આપી લોકસભાની ટીકિટ, નામ જાણીને ચોંકી જશો
લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. જોકે આ વખતે કોંગ્રેસે ફક્ત એક જ મહિલા નેતાને ટીકિટ આપી છે જ્યારે ભાજપે 6 બેઠકો પર મહિલા નેતાઓને ટીકિટ આપી છે.
અમદાવાદ: લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. જોકે આ વખતે કોંગ્રેસે ફક્ત એક જ મહિલા નેતાને ટીકિટ આપી છે જ્યારે ભાજપે 6 બેઠકો પર મહિલા નેતાઓને ટીકિટ આપી છે. કોંગ્રેસે અમદાવાદ પૂર્વની બેઠક પર મહિલા ઉમેદવાર ગીતા પટેલને ટીકિટ આપી છે.
અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલ પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર છે અને હાર્દિક પટેલ સાથે લાંબા સમયથી આ આંદોલનમાં જોડાયેલા છે. ગીતા પટેલ છેલ્લા કેટલાંક સમયથી પાટીદારો અનામત આંદોલન સાથે જોડાયેલા રહ્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે એક પણ મહિલા ઉમેદવારને ચૂંટણીમાં ટિકીટ ફાળવી ન હતી.
કોંગ્રેસે હજુ સુધી માત્ર એક મહિલા ઉમેદવાર અમદાવાદ પૂર્વ બેઠક પર ગીતા પટેલને જાહેર કર્યાં છે. આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમયે જાણીતા બનેલા રેશ્મા પટેલે પોરબંદર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. જ્યારે રેશમાએ માણાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે NCPમાંથી ઉમેદવારી નોંધાવી છે.
ભાજપે ગત 2014ની લોકસભા ચૂંટણીમાં 4 મહિલા ઉમેદવારોને ટિકીટ આપી હતી. આ 3ને 2019ની લોકસભા ચૂંટણીમાં રિપીટ કર્યાં છે. જેમાં ભારતીયબેન શિયાળ, પૂનમ માડમ, દર્શના જરદોશને રિપીટ કર્યાં છે. મહેસાણાની સીટ પરથી જયશ્રીબેન પટેલનું પત્તું કાપીને શારદાબેન પટેલને ટિકીટ આપી છે, તો બીજી તરફ છોટાઉદેપુરની સીટ પર ગીતાબેન રાઠવાને ટિકીટ આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement