Gujarat Election 2022: PM મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી સૌરાષ્ટ્રમાં ગજવશે 4 સભા, જાણો શું છે આજનું શિડ્યુઅલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત પર વિજય મેળવવા ત્રણેય પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. PM મોદી આજે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં બાદ સૌરાષ્ટ્રમાં 4 જનસભાને સંબોધશે.
Gujarat Election 2022:ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત પર વિજય મેળવવા ત્રણેય પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. PM મોદી આજે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં બાદ સૌરાષ્ટ્રમાં 4 જનસભાને સંબોધશે.
પ્રધાનમંત્રી આજે સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચશે અહીં મહાદેવના પૂજા અભિષેક કર્યાં બાદ સૌરાષ્ટ્રમાં 4 જનસભાને સંબોધશે. 20 નવેમ્બરે PM મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પણ જનસભા સંબોધશે. તેમજ 21 નવેમ્બરે PM મોદીની સુરેન્દ્રનગરમાં જનસભા આયોજન કરાયું છે તો 21 નવેમ્બરે PM મોદી નવસારી અને જંબુસરમાં પણ જનસભાને સંબોધશે.
આજે PM મોદી અહીં ગજવશે સભા
- PM મોદી બીજા દિવસે રવિવારે સોમનાથ મંદિરમાં પૂજા કરશે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર રેલીઓને સંબોધશે.
- PM મોદી સવારે 11 વાગ્યે વેરાવળમાં, 12:45 વાગ્યે ધોરાજીમાં, બપોરે 2:30 વાગ્યે અમરેલીમાં અને 6:15 વાગ્યે બોટાદમાં રહેશે.
- આ પછી પીએમ મોદી ગાંધીનગર પરત ફરશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.'
- 21 નવેમ્બરે સોમવારે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં, બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં જનસભા સંબોધશે
- 21 નવેમ્બર, 2022
23 નવેમ્બર, 2022
23 નવેમ્બરે મહેસાણા અને દાહોદમાં જનસભા, વડોદરા અને ભાવનગરમાં જનસભાને સંબોધિત કરશે.
24 નવેમ્બર, 2022
24 નવેમ્બરે પાલનપુરમાં જનસભા કરશે ઉપરાંત, દહેગામ,માતરમાં જનસભા અને અમદાવાદમાં જનસભાને સંબોધિત કરશે.
PM મોદીને આવકારવા માટે આજે વલસાડ જિલ્લા ભાજપના કાર્યકરો અને સંગઠને ખાસ તૈયારીઓ કરી છે. વલસાડની પારડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કનુ દેસાઈએ આજે યોજાનાર રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ પીએમ મોદીના રોડ શોને લઈને સુરક્ષા વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવી છે. PM મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 9 SP, 17 DSP, 40 PI, 90 PSI સહિત 15000 પોલીસ જવાનો તૈનાત રહેશે.
ગુજરાત ચૂંટણીને લઈને ભાજપ તેના ચૂંટણી પ્રચારમાં કોઈ કસર છોડવા માંગતી નથી. પીએમ મોદી ઉપરાંત પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોના નામની જાહેરાત કરી છે. જેમાં જેપી નડ્ડાથી લઈને અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ભૂપેન્દ્ર પટેલ, મનોજ તિવારી જેવા નામ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં રેલીઓ માટે પહોંચી શકે છે.