શોધખોળ કરો

Lok Sabha Election 2024 Live Update: PM મોદી આ તારીખે ગુજરાતના ચૂંટણી પ્રવાસે, રોડ શો સાથે આ વિશેષ કાર્યક્રમનું આયોજન

પીએમ મોદી ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં સભા કરશે. રાહુલ ગાંધી પણ ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાનમાં હાજર છે. ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં બેઠક કરશે.

LIVE

Key Events
Lok Sabha Election 2024 Live Update: PM મોદી આ તારીખે ગુજરાતના ચૂંટણી પ્રવાસે, રોડ શો   સાથે આ વિશેષ કાર્યક્રમનું આયોજન

Background

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે.                                                      

બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે.
17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.
 
15:03 PM (IST)  •  11 Apr 2024

Lok Sabha Elections 2024 Live: જેપી નડ્ડાની ગંગટોકમાં બેઠક

ગંગટોકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું, "પહેલાની સરકારો અલગતા અને અજ્ઞાનતામાં માનતી હતી. આ લોકોને અલગ અને અજ્ઞાનતામાં રાખો અને તમારી વોટબેંકમાં વધારો કરો. પરંતુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારે તેમણે કહ્યું, 'પૂર્વ તરફ જુઓ,  અને અહીના કામ બહુ  ઝડપથી  કરો. અને પહેલા કામ કરો. તેથી જ તેમણે (પીએમ મોદીએ) કહ્યું કે જો આપણા દેશનો ઉત્તર-પૂર્વ ભાગ નબળો રહેશે, તો ભારત આગળ નહીં વધે."

15:01 PM (IST)  •  11 Apr 2024

PM મોદીએ ઉત્તરાખંડમાં કહ્યું- હું જ્યારે પણ અહીં આવું છું ત્યારે મારી યાદોને તાજી કરું છું.

ઉત્તરાખંડના ઋષિકેશમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "હું જ્યારે પણ ઉત્તરાખંડ આવું છું ત્યારે જૂની યાદો તાજી કરું છું. હું ઉત્તરાખંડના પ્રેમને ક્યારેય ભૂલી શકતો નથી. ગઈકાલે હું તમિલનાડુમાં હતો, ત્યાં પણ લોકો કહે છે કે આ વખતે મોદી સરકાર જ છે. .કોંગ્રેસની સરકાર હોત તો વન રેન્ક વન પેન્શન ક્યારેય લાગુ ન થાત.કોંગ્રેસની સરકારે  સૈનિકોને બુલેટપ્રુફ જેકેટ નહી આપ્યા. ભાજપે સૈનિકોને બુલેટપ્રુફ જેકેટ આપ્યા.મોદીએ જ વન રેન્ક વન પેન્શન લાગુ કર્યું".ઉત્તરાખંડ બાદ પીએમ મોદી રાજસ્થાનમાં જનસભા કરશે.

14:58 PM (IST)  •  11 Apr 2024

લોકસભાનું મતદાન થાય એ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, રોહન ગુપ્તાએ કેસરિયો કર્યો ધારણ

ભાજપમાં વેલકમ પાર્ટીનો દૌર યથાવત છે. કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે, તેમના પિતાની નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યું હોવાનું કારણ સામે આવ્યું હતુ.  રોહન ગુપ્તા AICCના આઈટી સેલના ચેયરમેન રહી ચૂક્યાં છે. ઉલ્લેખનિય છે કે, રોહન ગુપ્તા પર કોંગ્રેસે અનેક આરોપ લગાવ્યા હતા. આ પહેલા કોંગ્રસ નેતા હેમાંગ રાવલે રોહન ગુપ્તા પર પક્ષ વિરોધી પ્રવૃતિનો આરોપ લગાવ્યો હતો ઉપરાંત રોહન ગુપ્તા  પહેલાથી ભાજપના સંપર્કમાં હોવાના આરોપ તેઓ  લગાવી  ચૂક્યાં છે. નોંધનિય છે કે, રોહન ગુપ્તા હાલ દિલ્લીમાં ભાજપના મુખ્ય કાર્યલયમાં પહોંચ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની હાજરીમાં  રોહન ગુપ્તા  ભાજપમાં જોડાશે. રોહન સાથે અન્ય ત્રણ નેતા પણ કેસરિયા કરી શકે છે, રોહન ગુપ્તા પિતા પણ કોંગ્રેસના નેતા હતા અને બાદ તેમણે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. 

14:57 PM (IST)  •  11 Apr 2024

રાષ્ટ્રીયવાદી કોંગ્રેસના નામે ફંડ ભેગુ કરનાર એક શખ્સની ધરપકડ

રાષ્ટ્રીયવાદી કોંગ્રેસના નામે ફંડ ભેગુ કરનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ખોટી ઓળખ ઉભી કરી શખ્સ લોકો પાસેથી  પૈસા પડાવતો હતો, આરોપીએ બંધન બેંકમાં NCPનું નામ રાખી બેંક એકાઉંટ ખોલાવ્યા હતા.આવક પર ઈંકમટેક્સ 100 ટકા રીબેટ આપવાનું કહી ડોનેશન મેળવ્યું. NCPની બનાવટી ડોનેશન સ્લીપ બનાવી ફંડ આપનારને મોકલતો હતો,NCPના ખજાનચી હેમાંગ શાહે ફરિયાદ નોંધાવી

11:05 AM (IST)  •  11 Apr 2024

Lok Sabha Election 2024 Live Update: અમિત શાહનો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ચૂંટણી પ્રવાસ પર છે. તેઓ બપોરે 12:30 કલાકે મધ્યપ્રદેશના મંડલામાં રાપ્તા ઘાટ ખાતે મા નર્મદાની પૂજા કરશે. બપોરે 12.45 કલાકે માંડલામાં રાણી દુર્ગાવતીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. બપોરે 1 કલાકે માંડલ પોલીસ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા યોજાશે. બપોરે 2:30 વાગ્યે એમપીના કટનીમાં વિજયનાથ ધામ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. બપોરે 02.45 કલાકે કટનીના વિજયનાથ ધામ મેળાના મેદાનમાં જાહેર સભા કરશે. સાંજે 5:30 કલાકે મહારાષ્ટ્રના નાંદેડના નરસી ગ્રાઉન્ડમાં જાહેર સભા કરશે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget