શોધખોળ કરો
Advertisement
ભારતની સાથે સાથે આટલા દેશોમાં પણ રિલીઝ થશે 'પીએમ નરેન્દ્ર મોદી'ની બાયૉપિક, ડાયરેક્ટરે કર્યા ખુલાસા
'પીએમ નરેન્દ્ર મોદી' બાયૉપિકને ભારતની સાથે સાથે 38 દેશોમાં રિલીઝ કરવામાં આવશે, જેમાં યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુએઇ જેવા દેશો સામેલ છે
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી રિલીઝને લઇને વિવાદોમાં ઘેરાયેલી વડાપ્રધાન મોદી પરની ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' બાયૉપિક હવે રિલીઝ થવાની છે. આ બધાની વચ્ચે ફિલ્મ પ્રૉડ્યૂસરે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
'પીએમ નરેન્દ્ર મોદી' બાયૉપિકને માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ ડાયરેક્ટર ઉમંગ કુમારે જણાવ્યુ કે, 'પીએમ નરેન્દ્ર મોદી' બાયૉપિકને ભારતની સાથે સાથે 38 દેશોમાં રિલીઝ કરવામાં આવશે, જેમાં યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુએઇ જેવા દેશો સામેલ છે.
ઉમંગ કુમારે ફિલ્મમાં પીએમ મોદીના જીવનની શરૂઆતી સફરથી તેમના ભારતના વડાપ્રધાન બનવા સુધીની કહાની બતાવી છે.
ફિલ્મના પ્રૉડ્યૂસર્સ અને ડિસ્ટ્રીબ્યૂટરે આનંદ પંડિતે કહ્યું કે પીએમ મોદીની બાયૉપિકને લઇને દુનિયાભરમાં ઉત્સાહ છે. જેથી અમે નક્કી કર્યુ છે કે, ફિલ્મને ભારતની સાથે 38 દેશોમાં પણ રિલિઝ કરાશે. ફિલ્મની રિલીઝ ડેટ 11 એપ્રિલ, 2019 નક્કી કરવામાં આવી છે.
તેમને જણાવ્યુ કે, ભારતમાં ફિલ્મ 1700 સ્ક્રીન્સ પર રિલીઝ થશે, ઓવરસીઝમાં આને લગભગ 600 સ્ક્રીન્સ પર રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. ફિલ્મને હિન્દી ઉપરાંત તેલુગુ અને તામિલ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં પીએમ મોદીની ભૂમિકા એક્ટર વિવેક ઓબેરૉય નિભાવી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement