શોધખોળ કરો
Advertisement
નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, કઈ-કઈ જગ્યાએ મોદી સભાઓ ગજવશે, જાણો કાર્યક્રમ
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે એટલે આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભાજપની ત્રણ ચૂંટણી સભાઓ સંબોધશે. જેમાં નરેન્દ્ર મોદી હિંમતનગર, વલ્લભ વિદ્યાનગર અને સુરેન્દ્રનગરમાં સભા ગજવશે.

ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે જુનાગઢ અને સોનગઢથી નરેન્દ્ર મોદીએ ભાજપના ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. બીજા તબક્કામાં તેઓ બુધવારની બપોરે 1 કલાકે સાબરાકાંઠા લોકસભા માટે હિંમતનગર શહેરથી ભાજપનો પ્રચાર અભિયાન શરૂ કરશે. ત્યાર બાદ 3:30 વાગે સુરેન્દ્રનગર લોકસભા માટે સુરેન્દ્રનગર અને ત્યાર બાદ આણંદ લોકસભાના વલ્લભ વિદ્યાનગરમાં સાંજે પાંચ વાગે ભાજપના વિજય વિશ્વાસ સંમેલનો સંબોધશે.
વડાપ્રધાન મોદી બુધવારની રાત્રે ગાંધીનગરમાં રોકાણ કરશે. આ દરમિયાન તેઓ રાજ્યની 26 લોકસભા બેઠકો માટે ભાજપના પ્રદેશ નેતાઓ, પ્રભારી સાથે બેઠક યોજીને સમીક્ષા કરશે તેવું જાણવા મળ્યું છે. ગુરૂવારે સવારે વડાપ્રધાન મોદી અમરેલીમાં ભાજપની ચૂંટણી સભા સંબોધશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement