શોધખોળ કરો
બિહારમાં કૉંગ્રેસે લગાવ્યા પોસ્ટર, ભગવાન રામના અવતારમાં રાહુલ ગાંધી

પટના: આગામી લોકસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે રાજકીય કવાયત તેજ કરી દીધી છે. એવામાં બિહારની રાજધાની પટનામાં 3 ફેબ્રુઆરીએ યોજાનારી રેલીને લઇને પોસ્ટરો લગાવ્યા છે. જેમાં કૉંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને ભગવાન રામના અવતારામાં દર્શાવવામાં આવ્યા છે. આ સિવાય પોસ્ટરમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ નજર આવી રહ્યા છે. રાહુલ ગાંધીને ભગવાન રામના અવતારમાં દર્શાવીને પોસ્ટરમાં લખ્યું છે કે, ‘વે રામ નામ જપતે રહે ! તુમ બનકર રામ જિયો રે !! ’ નોંધનીય છે કે લોકસભા ચૂંટણીને લઇને બિહારમાં બેઠકોની વહેંચણી પર વાતચીત અત્યાર સુધી કોઈ જ નિષ્કર્ષ પર પહોંચી નથી. પરંતુ કૉંગ્રેસને આશા છે કે ત્રણ ફેબ્રુઆરીએ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી રેલી બાદ સીટોની વહેંચણીને લઇ જલ્દી જ નિર્ણય કરશે.
વધુ વાંચો




















