શોધખોળ કરો

Gujarat Election 2022: સુરત પૂર્વ વિધાનસભાની બેઠક પર AAPને ઝટકો, આ બેઠક પર આમ આદમી પાર્ટી નહી લડે ચૂંટણી

પૂર્વ વિધાનસભા આમ આદમી પાર્ટીને પડ્યાં પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. આપ ઉમેદવાર કંચન જરીવાળાએ પહેલાં પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી.બાદ હવે આ બેઠક પરથી અપક્ષના ઉમેદવાર સલીમ મુલતાનીએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે

Gujarat Election 2022:પૂર્વ વિધાનસભા આમ આદમી પાર્ટીને પડ્યાં પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે.  આપ ઉમેદવાર કંચન જરીવાળાએ પહેલાં પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી.બાદ હવે આ બેઠક પરથી અપક્ષના ઉમેદવાર  સલીમ મુલતાનીએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે.

સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી સુરત પૂર્વ વિધાનસભાની બેઠક પરથી આપના ઉમેદવાર બાદ અપક્ષની પીછેહઠ થઇ છે. આપ ના અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર સલીમ મુલતાની એ પણ પોતાનો ફોર્મ પરત ખેંચી લીધું  છે. સુરત વિધાનસભાની પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કેંચન જરીવાલાએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું.  બાદ ઉમેદવારી પત્ર ભરાયા બાદ બે દિવસ દરમિયાન રચાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામાના અંત બાદ  આવતા કંચન જરીવાલાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ તેમના ડમી તરીકે સલીમ મુલતાનીએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું .પરંતુ ચૂંટણી પંચના નિયમ મુજબ મેન્ડેટ નહીં હોવાના કારણે સલીમ મુલતાની આપના બેનર હેઠળ ચૂંટણી લડી નહીં શકે એમ હોવાથી અપક્ષ ઉમેદવાર તરીકે તેમનો ઉમેદવારી પત્ર મંજુર કરવામાં આવ્યું હતું.

જો કે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ડમી અને અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ પોતાનો ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લીધું હતું.આપના સલીમ મુલતાની એ કહ્યું પાર્ટી એ અપક્ષ માંથી ફોર્મ પાછું ખેંચી લેવા જણાવ્યું હતુ કારણ કે, ઝાડુ નું ચિન્હ ન હોય ચૂંટણી લડવાની મનાઇ કરાઇ હતી.

કંચન જરીવાલને ભાજપ પક્ષના લોકો ચૂંટણી ન લડવા દેવા માટે કિડનેપ કર્યાં હોવાનો આરોપ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ લગાવ્યો હતો. તેમણે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, ભાજપે બળજબરી કરીને ધાકધમકીથી કંચન જરીવાલને ફોર્મ પરત ખેંચવા માટે મજબૂર કર્યાં છે.

કોંગ્રેસે અડધી રાતે આ બેઠકના ઉમેદવાર બદલ્યા

ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે જ હાલોલ વિધાનસભા બેઠકનાં કોંગ્રેસ ઉમેદવાર બદલાયા છે. પંચમહાલના હાલોલ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાદ રાત્રે મેન્ડેટ બદલાયું હતું. કોંગ્રેસ દ્વારા ગઈકાલે ઉમેદવારની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી, અંતિમ યાદીમાં ગોધરાના માજી ધારાસભ્ય રાજેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી. રાજેન્દ્ર પટેલે ગોધરાથી ચૂંટણી લડવા પક્ષ સમક્ષ ઈચ્છા દર્શાવી હતી, જે પાર્ટીએ અવગણતાં રાજેન્દ્ર પટેલે હાલોલ થી ચૂંટણી લડવા ઈન્કાર કર્યો હતો. રાજેન્દ્ર પટેલે હાલોલથી ચૂંટણી લડવા ઇનકાર કરતા નવા ઉમેદવાર અનિશ બારીયાને કોંગ્રેસ દ્વારા મેન્ડેટ અપાયું છે.

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીને ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે તેના ઉમેદવાર તરીકે નોમિનેટ કરી છે. ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડી રહેલા જાડેજાના પત્ની રીવાબાને જામનગર ઉત્તર વિધાનસભામાંથી ટિકિટ મળી છે. આ સંબંધમાં રીવાબાએ 14 નવેમ્બરે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, જે દરમિયાન તેણે એફિડેવિટ પણ ફાઈલ કરી હતી. એફિડેવિટમાં રીવાબા જાડેજાએ પોતાની મિલકતોની માહિતી આપી હતી.

દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ રીવાબા જાડેજા અઢળક સંપત્તિના માલિક છે. જાડેજા દંપતી પાસે 97 કરોડની સંપત્તિ છે, જેમાં કરોડો રૂપિયાની જમીન સાથેનું આલિશાન ઘર પણ સામેલ છે. રીવાબાએ જણાવ્યું કે તેની અને તેના પતિ પાસે એક કરોડ રૂપિયાના દાગીના છે. રવીન્દ્ર જાડેજા ભારતના એક મોટા ક્રિકેટર છે, ક્રિકેટ સિવાય તે ઘણી બ્રાન્ડ્સને પણ એન્ડોર્સ કરે છે જેમાંથી તે કમાણી કરે છે. રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2021-22માં 18.56 કરોડ રૂપિયાની કમાણી દર્શાવી હતી.

એફિડેવિટમાં રીવાબાએ જણાવ્યું છે કે તેમની અને તેમના પતિ રવિન્દ્ર જાડેજાની કુલ 97 કરોડની સંપત્તિ છે. રિવાબા પાસે 62.35 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે જ્યારે રવિન્દ્ર જાડેજા પાસે 37.43 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. આ સિવાય જો તેમની ફેમિલી મૂવેબલ પ્રોપર્ટીની વાત કરીએ તો તે 26.25 કરોડ રૂપિયા છે. રવિન્દ્ર જાડેજા પાસે 33 કરોડ 5 લાખ રૂપિયાથી વધુની સ્થાવર સંપત્તિ છે. જેમાં ખેતીની જમીન, કોમર્શિયલ પ્લોટ, રહેણાંક પ્લોટ અને તેમના આલીશાન મકાનનો સમાવેશ થાય છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Embed widget