શોધખોળ કરો
દિલ્હીમાં BJP હેડ ક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન GVL નરસિમ્હા પર ફેંકાયું જૂત્તુ, જુઓ વીડિયો
ભૂપેન્દ્ર યાદવ અને જીવીએલ નરસિમ્હા રાવ પ્રેસ કોન્ફરન્સ કરતા હતા તે દરમિયાન એક વ્યક્તિએ જૂત્તુ ફેંક્યું હતું. જૂત્તુ ફેંકનાર વ્યક્તિનું નામ ડોક્ટર શક્તિ ભાર્ગવ છે. તે કાનપુરનો રહેવાસી છે.

નવી દિલ્હીઃ દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા જીવીએલ નરસિમ્હા રાવ પર જૂત્તુ ફેંકવામાં આવ્યું. ભૂપેન્દ્ર યાદવ અને જીવીએલ નરસિમ્હા રાવ પ્રેસ કોન્ફરન્સ કરતા હતા તે દરમિયાન એક વ્યક્તિએ જૂત્તુ ફેંક્યું હતું. જૂત્તુ ફેંકનાર વ્યક્તિનું નામ ડોક્ટર શક્તિ ભાર્ગવ છે. તે કાનપુરનો રહેવાસી છે. શક્તિ ભાર્ગવને હાજર સુરક્ષા કર્મચારીએ પકડી લીધો હતો. ભૂપેન્દ્ર યાદવ બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવના ટ્વિટને લઇ નિવેદન આપતા હતા. જે દરમિયાન આ ઘટના બની હતી. પ્રેસ કોન્ફરન્સમાં હાજર પત્રકારો દ્વારા જૂત્તા ફેંકવાનું કારણ પૂછવમાં આવ્યું તો તેણે કોઇ જવાબ આપ્યો નહોતો અને તેના ખિસ્સામાંથી વિઝિટિંગ કાર્ડ કાઢીને ઉછાળ્યું હતું. વિઝિટિંગ કાર્ડ પર શક્તિ ભાર્ગવનો ઉલ્લેખ છે.
#WATCH Delhi: Shoe hurled at BJP MP GVL Narasimha Rao during a press conference at BJP HQs .More details awaited pic.twitter.com/7WKBWbGL3r
— ANI (@ANI) April 18, 2019
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















