Lok Sabha Election 2024: સુનિતા કેજરીવાલ ગુજરાતમાં, આજે આ બે શહેરોમાં સંબોધશે જનસભા
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ ગુરુવારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. તાજેતરમાં તેણે ઈન્ડિયા એલાયન્સની રેલીને પણ ભાગ લીધો હતો.
લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ ગુરુવારે ગુજરાતમાં પ્રચાર કરશે. તેઓ ત્યાં ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવારો માટે પ્રચાર કરશે. તે રોડ શોમાં પણ ભાગ લેશે. આ પહેલા તેણે ઈન્ડિયા એલાયન્સની બે રેલીઓ માટે પણ પ્રચાર કર્યો હતો અને સભાને સંબોધિત કરી હતી. તેણે પહેલા દિલ્હીના રામલીલા મેદાનમાં અને પછી ઝારખંડના રાંચીમાં સ્ટેજ શેર કર્યું.
સુનીતા કેજરીવાલે આમ આદમી પાર્ટી વતી ઈન્ડિયા એલાયન્સની રેલીમાં ભાગ લીધો હતો. પાર્ટીએ ચૂંટણી પંચને આપેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં સુનીતા કેજરીવાલનું નામ પણ મોકલ્યું હતું. આ સિવાય પાર્ટીએ ચૂંટણી પંચને સ્ટાર પ્રચારકોની યાદીમાં અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાના નામ પણ આપ્યા છે, જેઓ તિહાર જેલમાં બંધ છે.
તમને જણાવી દઈએ કે, EDએ 21 માર્ચે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યારથી તે જેલમાં છે. તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી આને મુદ્દો બનાવી રહી છે. પાર્ટીએ 'વોટ દ્વારા જેલનો જવાબ' અભિયાન પણ શરૂ કર્યું છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં સુનીતા કેજરીવાલ ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળશે. સાથે જ આ રીતે ચૂંટણી પ્રચારમાં તેમની ભાગીદારી પાર્ટીમાં તેમની સત્તાવાર એન્ટ્રી તરફ ઈશારો કરી રહી છે...