Surat: નિલેશ કુંભાણીને લઇને પાર્ટીએ કર્યાં નિર્ણય, કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ
નીલેશ કુંભાણીને કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કુંભાણીને છ વર્ષ માટે કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાનો પાર્ટીએ નિર્ણય લીધો છે
નીલેશ કુંભાણીને કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કુંભાણીને છ વર્ષ માટે કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાનો પાર્ટીએ નિર્ણય લીધો છે. ફોર્મ અમાન્ય ઠરવા બદલ કુંભાણીની નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરાયા છે. ભાજપ સાથે તેમનું મેળાપીપણું હોવાની સ્પષ્ટ સ્થિતિ દેખાતી હોવાનો ઉલ્લેખ પણ છે. પક્ષને કોઈ ખુલાસો ન કરવા બદલ કુંભાણીને આખે સસ્પેન્ડ કરી દેવાયા છે. કૉંગ્રેસની શિસ્ત સમિતીએ કુંભાણીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે ,
નિલેશ કુભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ તેઓ સતત શંકાના ઘેરામાં હતા. તેમના પર પક્ષ વિરોધી પ્રવૃતિનો પણ આરોપ લાગ્યો છે. પાર્ટીએ આજે તેમને સસ્પેન્ડ કર્યાનો નિર્ણય જાહેર કર્યો છે.સુરત કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે રદ થયેલા નિલેશ કુભાણીને લઇને કોંગ્રેસ પક્ષ ખૂબ જ નારાજ છે તેમના પર પક્ષ સાથે ગદ્દારી કર્યાના આરોપ લાગ્યાં છે. તેમની ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ આખરે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યાનો નિર્ણય જાહેર કર્યો છે. કુંભાણીને કોંગ્રેસની શિસ્ત સમિતિએ 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.
નિલેશ કુંભાણીને પક્ષે સુરત બેઠક પરથી ટિકિટ આપી હતી પરંતુ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ એક એફિડેવિટમાં દાવો કર્યો હતો કે, કુંભાણીના ઉમેદવારી પત્રકમાં ટેકેદાર તરીકેની સહી તેમની નથી. આ પછી સુરત બેઠક પર હાઇ વૉલ્ટેડ ડ્રામા શરૂ થયો હતો, જોકે, કલેક્ટર કચેરીમાં લાંબી સુનાવણી બાદ આ હાઇ વૉલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થઇ ગયુ છે, જેથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકે. આ તમામ ઘટનાક્રમમાં નિલેશ કુંભાણીની ભાજપ સાથે મીલિભગત હોવાના આક્ષેપ લાગતા આખરે કોંગ્રેસ નિલેશ કુંભાણી સાથે છેડો ફાડતાં તેમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં છે.
કોગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગણાવ્યા ગદ્દાર
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવ્યા હતા. કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે લોકોને સંબોધતા પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવ્યા હતા. કુંભાણીને કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે ખુલ્લી ચીમકી આપી હતી કે હું કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી છોડીશ નહીં. સુરતમાં કુંભાણી રહેશે અથવા હું રહીશ. નિલેશ ભાજપમાં જોડાય તો તે ગદ્દાર છે તે સાબિત થશે. સાત તારીખના મતદાન પછી મારા કાર્યક્રમ હશે. નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો તેનો વિરોધ થશે. પ્રતાપ દૂધાતે હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. નિલેશ કુંભાણીએ પીઠમાં ખંજર માર્યુ હતું.
પ્રતાપ દૂધાતના નિવેદન પર દિનેશ કાછડીયાએ પણ નિવેદન આપ્યું હતું. દિનેશ કાછડિયાએ કહ્યું કે નિલેશ કુંભાણીને છોડવો જોઇએ નહીં. સુરત અને આખા ગુજરાતમાં કુંભાણી સામે રોષ છે. બદલો લેવા માટે અમે તૈયાર છીએ. સુરતના 19 લાખથી વધુ મતદારો સાથે દ્રોહ કર્યો છે. કુંભાણી સુરતમાં આવશે ત્યારે જોવા જેવું થશે.