શોધખોળ કરો

UttarPradesh : સપાના ગઢમાં જ યોગીએ અખિલેશની સાયકલની હવા કાઢી નાખી, જાણો કેવા થયા સપાના હાલ

UP Election Result 2022: ભાજપ ઉત્તર પ્રદેશમાં એક વખત પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. સમાજવાદી પાર્ટીનું ફરી એકવાર સત્તામાં આવવાનું સપનું તૂટી ગયું.

UttarPradesh : ઉત્તર પ્રદેશમાં ભાજપ ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. સમાજવાદી પાર્ટીનું ફરી એકવાર સત્તામાં આવવાનું સપનું તૂટી ગયું. ભાજપ ગઠબંધનને 273 બેઠકો મળી હતી, જ્યારે સપા ગઠબંધનને 125 બેઠકો મળી હતી. કોંગ્રેસને બે અને બસપાને એક બેઠકથી સંતોષ માનવો પડ્યો.

યાદવલેન્ડની 59માંથી 44 બેઠકો ભાજપે જીતી 
આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની બેઠકો ભલે વધી હોય, પરંતુ તેના ગઢમાં જ સાયકલ ધીમી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, જો કે તેણે ભાજપના વિજય રથને ધીમો પાડી દીધો હતો. કાનપુર મંડળના ઈટાવા, ઔરૈયા, ફર્રુખાબાદ અને કન્નૌજને મુલાયમ સિંહ યાદવનો ગઢ માનવામાં આવે છે. છેલ્લી બે ચૂંટણીઓથી આ વિસ્તારમાં પણ ભાજપનો દબદબો છે. યાદવલેન્ડની 59 સીટો પર ત્રીજા તબક્કામાં મતદાન થયું હતું. આ તબક્કામાં ભાજપે 44 બેઠકો જીતી છે. જ્યારે સપાને 15 બેઠકો મળી છે.

કાનપુર મંડળમાં 27માંથી 20 ભાજપે જીતી 
ગત વખતની સરખામણીમાં આ વખતે કાનપુર મંડળની 27 બેઠકોમાંથી ભાજપને બે બેઠકો ગુમાવવી પડી છે. તેને 20 બેઠકો મળી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીએ 7 સીટો પર જીત મેળવી છે. જ્યારે બસપા-કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું નથી.

જોકે ઇટાવાની જસવંતનગર સીટ પર શિવપાલ યાદવની પકડ મજબૂત  છે. સપા-પ્રસપા એકત્રીકરણની અસર એ થઈ કે ભરથાણા સીટ હવે સપાના ખાતામાં આવી ગઈ છે.જો કે ઈટાવા શહેર સીટ સપા જીતી શકી નથી.

કાનપુર શહેરમાં 10માંથી 7 સીટ ભાજપે જીતી 
કાનપુર શહેરમાં અત્યાર સુધી ભાજપ પાસે 7, સપા પાસે બે અને કોંગ્રેસ પાસે એક બેઠક હતી. પરંતુ આ વખતે ભાજપને 7 અને સપાને 3 બેઠકો મળી છે. આ સાથે જ ફારૂખાબાદની તમામ 4 સીટ, કાનપુર ગ્રામ્યની તમામ સીટ ભારતીય જનતા પાર્ટીએ કબ્જે કરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા

'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા

Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી

પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ

Embed widget